બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Tomorrow there will be election in Rath Yatra! For the next 5 days, Meghmeher will reign over the entire state

હવામાન આગાહી / આવતીકાલે રથયાત્રામાં થશે અમીછાંટણા! આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં મેઘરાજા કરશે મેઘમહેર

Vishal Khamar

Last Updated: 04:11 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે અષાઢી બીજ હોઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાનાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રથયાત્રામાં અમીછાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • 5 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી
  • રથયાત્રામાં અમીછાંટણા થવાની આગાહી

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. તેમજ આવતીકાલે રથયાત્રામાં અમીછાંટણા થઈ શકે છે. તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. તાપી, ડાંગ, ભરૂચ, સુરત અને વડોદરામાં વરસાદ થઈ શકે છે.

મુંબઈમાં ચોમાસુ આવ્યા બાદ ગુજરાતની જાહેરાત થશેઃ હવામાન વિભાગ
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલે અષાઢી બીજ હોઈ રથયાત્રામાં અમીછાંટણા થઈ શકે છે. તેમજ અમદાવાદમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ત્યારે ભેજનાં કારણે વરસાદી માહોલ રહેશે. તેમજ તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં પડી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતું ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમનાં પવન ફૂંકાશે. અને તાપમાનમાં સામાન્ય વધારો થશે. તેમજ વરસાદી માહોલ રહેશે. હાલ અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી છે. અને 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. દક્ષિણ ભારતમાં ચોમાસુ પહોંચ્યું છે.  તેમજ મુંબઈ ચોમાસું આવ્યા બાદ ગુજરાતની જાહેરાત થશે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી
બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 

અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી

જૂન અને જુલાઈ ગુજરાતના અતિભારે વરસાદ પડશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

'જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે'
તેમણે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ