બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Tom Wilkinson dies: Oscar-nominated actor Tom Wilkinson is no more, passes away at the age of 75

દુઃખદ / ન્યૂ યર પહેલા હોલીવુડ જગતમાં શૉકની લહેર! દિગ્ગજ અભિનેતાએ 75 વર્ષે લીધા અંતિમ શ્વાસ, ઓસ્કારમાં હતા નૉમિનેટેડ

Pravin Joshi

Last Updated: 05:32 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત હોલિવૂડ એક્ટર થોમસ જ્યોફ્રી વિલ્કિન્સન ઉર્ફે ટોમ વિલ્કિન્સન રહ્યાં નથી. અભિનેતાએ 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ટોમ વિલ્કિન્સન બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ જીતી ચૂક્યા છે

  • હોલિવૂડ એક્ટર થોમસ જ્યોફ્રી વિલ્કિન્સનનું નિધન થયું
  • અભિનેતાએ બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ જીત્યા હતા
  • મૃત્યુની ખબર સામે આવ્યા બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ 

એક તરફ વર્ષ 2023 સમાપ્ત થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ દરમિયાન ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ચાર દાયકાથી પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરનાર પ્રખ્યાત હોલીવુડ અભિનેતા થોમસ જ્યોફ્રી વિલ્કિન્સન ઉર્ફે ટોમ વિલ્કિન્સનનું નિધન થયું છે. અભિનેતા હવે આ દુનિયામાં નથી. ટોમ વિલ્કિન્સન તેમના નામ પર બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ ધરાવે છે.

 

હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

ટોમ વિલ્કિનસનનું ગઈકાલે એટલે કે 30 ડિસેમ્બર 2023ના રોજ અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેના પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન બાદ બધાને આ વાતની ખબર પડી. પરિવારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખૂબ જ દુઃખની વાત છે કે ટોમ વિલ્કિન્સનનું 30 ડિસેમ્બરના રોજ ઘરે અચાનક નિધન થયું છે. આ દરમિયાન અભિનેતાની પત્ની અને પરિવારજનો તેમની સાથે હતા.

વાંચવા જેવું : Web Series 2024: 'પંચાયત 3' થી 'હીરા મંડી' સુધી, 2024માં OTT પર ધૂમ મચાવશે આ વેબસીરિઝ

નિધનના સમાચારથી દરેકને મોટો આઘાત લાગ્યો

જોકે, આ નિવેદનમાં ટોમ વિલ્કિનસનના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. અભિનેતાના નિધનના સમાચારથી દરેકને મોટો આઘાત લાગ્યો છે. હોલિવૂડ સ્ટાર્સ પીઢ અભિનેતા ટોમ વિલ્કિનસનના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેની કો-સ્ટાર એન્યુરિન બર્નાર્ડ ફ્રોમ ડેડ ઇન અ વીક ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે તે ટોમ વિલ્કિનસનના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે.  અભિનેતાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું કે તેણે ટોમ વિલ્કિન્સન સાથે કામ કરવા અને તેને જાણવામાં ઘણો સારો સમય પસાર કર્યો. અમારા મહાન દંતકથાઓમાંથી એક અમે તેને અલવિદા કહીએ છીએ. તમને જણાવી દઈએ કે, એન્યુરિન સિવાય ફિલ્મ નિર્માતા સ્કોટ ડેરિકસન અને ગેરેટ હેડલન્ડે પણ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. ટોમ વિલ્કિનસનના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ ખૂબ જ દુઃખી છે.

વાંચવા જેવું : VIDEO: સલમાન ખાને લગાવી ફટકાર રડતાં રડતાં બેભાન થઈ આ કન્ટેસ્ટન્ટ, રડવા લાગ્યો મુનવ્વર, દબંગ ખાને ખુદ ઘરની અંદર આવવું પડ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ