બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Today is the fourth day of Dakor padayatra with lakhs of devotees immersed in Krishna devotion to the beat of DJs.

ભક્તોનું ઘોડાપુર / ડાકોરની પદયાત્રાનો આજે ચોથો દિવસ, ડીજેના સૂર તાલ-ભજનોની રમઝટ સાથે લાખોની સંખ્યામાં ભાવિકો બન્યા કૃષ્ણ ભક્તિમાં લીન

Vishal Khamar

Last Updated: 02:15 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોરના નાથ એવા રણછોડરાય ભગવાનની ડાકોર યાત્રા ચાલી રહી છે. જે યાત્રા નો આજે ચોથો દિવસ છે. જ્યાં આજે પણ ભક્તો ચાલતા જતા હોવા મળ્યા.

ફાગણી પૂનમ આવતા ડાકોર યાત્રાની શરુઆત થતી હોય છે, જેમા અમદાવાદ સહિત બહાર ગામના મળીને હજારો ની સંખ્યામા ભાવી ભક્તો ડાકોર યાત્રામા ઉમટતા હોય છે, આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પદયાત્રામાં જોડાયા. જેના કારણે અમદાવાદ ના હાથીજણ સર્કલ થી ડાકોર રૂટ ડાકોરના નાથના નામ થી ગુંજી ઉઠ્યો હતો. સાથે જ ડાકોર યાત્રા રૂટ પર ભક્તોને હાલાકી ન પડે માટે ખાનગી સંસ્થા, કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્રારા મેડિકલ કેમ્પ યોજયા. વિવિધ પાણી. શરબત. નાસ્તા અને આરામ માટેના તંબુ પણ લાગ્યા. જ્યાં ભક્તોએ લોકોની સેવાનો લાભ લીધો. જે ડાકોર યાત્રા રૂટ ની કોઈ 2 વર્ષ. કોઇ 5 વર્ષ તો કોઈ 10 વર્ષ કે વધુ સમય થી જતા યાત્રીઓએ તંત્ર અને લોકોની વ્યવસ્થાને વખાણી હતી.

ખાનગી અને સરકારી મળી 200 જેટલા મેડિકલ કેમ્પ પણ લાગ્યા

બીજી તરફ મોટી સંખ્યામા ડાકોર યાત્રામા ભાવિ ભક્તો ઉમટતા હોવાના કારણે વિવિધ ભંડારા પણ યોજાયા, કયાંક વૃધ્ધાશ્રમ, રિસોર્ટ પર, મંદિરો પર તો કયાંક જાહેર માર્ગ પર ભંડારા લાગ્યા, જયા મોટી સંખ્યામા ભાવી ભક્તો એ ભંડારામા પ્રસાદિનો લાવો લીધો. જ્યાં ડાકોર રૂટ પર હીરાપુર ખાતે આવેલ અતિતના આશીર્વાદ આશ્રમ પર 30 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભંડારા અયોજન કરવામાં આવી રહ્યું છે. તો ડાકોર યાત્રા માં ખાનગી અને સરકારી મળી 200 જેટલા મેડિકલ કેમ્પ પણ લાગ્યા છે. જેનો પણ લોકોએ લાભ લીધો હતો. અને તેમાં પણ હીરાપુર ખાતે મેડિકલ કેમ્પ યોજનારે 21 વર્ષ પહેલા તેમની ડાકોર યાત્રામાં કોઈ મેડિકલ કેમ્પ નહિ હોવા અને તકલીફ પડતા તેમાંથી પ્રેરણા લઈ કેમ્પ આયોજન કરતા હોવાનું જણાવ્યું.

વધુ વાંચોઃ હવે મતદારોની તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર એક Appમાં, જાણો ફીચર્સ

કેલેન્ડર પ્રમાણે આમ તો સોમવારે ફાગણી પૂનમ છે. જોકે કાલે પૂનમ બેસતી હોવાથી ડાકોરમાં કાલે તેની ઉજવણી કરવામાં આવે છે. તેમજ હોલિકા દહન પણ કાલે થશે. માટે આજે ડાકોર યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. જેના કારણે આજે ભક્તો મહુધા સુધી પહોંચી જતા. અમદાવાદ ખાતે એકલ દોકલ કે ઓછી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોવા મળ્યા. જોકે તેમનો જુસ્સો તેટલો જ હતો. ત્યારે તમામ ભક્તો રાહ જોઈ રહ્યા છે પર્વ ની કે જ્યારે તેઓ તેમ સહભાગી બની શકે ડાકોરના નાથના દર્શન કરી શકે અને તેમનું જીવન ધન્ય બને.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ