બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Today 96 new corona cases were reported in the state

અપડેટ / કોરોનાને લઈ રાહતના અણસાર, રાજ્યમાં આંકડો 100ની અંદર, 243 દર્દી સ્વસ્થ થયા

Dinesh

Last Updated: 08:33 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, આજે રાજ્યમાં 96 નવા કેસ નોંધાયા જ્યારે 243 દર્દી સ્વસ્થ થયા છે.

  • રાજ્યમાં કોરોના કેસ ઘટ્યા
  • છેલ્લા 24 કલાકમા 96 કેસ નોંધાયા
  • અમદાવાદ શહેરમા 27 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે.  આજે કોરોના કેસ 100ની અંદર આવ્યા છે. જો કે કેસ ઘટતા આરોગ્ય તંત્ર પણ રાહતના શ્વાસ લીધા છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 96 પોઝીટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં 27 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં 27 કેસ, વડોદરા શહેરમાં 10 કેસ તેમજ સુરત ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 7 કેસ નોંધાયા છે જ્યારે વલસાડમાં 7 કેસ, ભરૂચમાં 5 કેસ, આણંદમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 3 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ સામે આવ્યાં છે જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં 2 કેસ, કચ્છમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ અને  પાટણમાં 2 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે વધુમાં સાબરકાંઠામાં 2 કેસ, બોટાદમાં એક કેસ નોંધાયો અને  જામનગર ગ્રામ્યમાં એક કેસ, મહીસાગરમાં એક કેસ તેમજ મોરબીમાં એક કેસ, રાજકોટ શહેરમાં એક કેસ નોંધાયો છે.

એક જ વ્યક્તિને 10 વખત થઈ શકે છે કોરોના! બિન્દાસ થઈ ગયેલા લોકો માટે નવી  ચિંતા, ભારતની આ ડૉક્ટરે કર્યો દાવો / Corona one person 10 times A new  concern infected claims

243 દર્દી સાજા થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 96 કેસ નોંધાયા છે જ્યારે હાલ રાજ્યભરમાં કોરોનાના કુલ 946 એક્ટિવ કેસ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ 6 દર્દી વેન્ટિલેટર પર છે અને આજે કુલ 243 દર્દી સાજા થયા છે જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા પહોચ્યો છે.

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ