બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Tobacco lime went into the child's eye while playing, after one operation now another operation has to be done.

એલર્ટ / સુરતમાં માવાના ચૂનાએ પરિવારને દોડતો કર્યો, બાળકીને આવી ઓપરેશનની નોબત, બન્યું આંખ ઉઘાડતું

Vishal Dave

Last Updated: 05:10 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 વર્ષની બાળકીએ રમતા રમતા તમાકુમાં નાંખવાામાં આવત ચૂનાની પડીકી ખોલી હતી અને આ દરમ્યાન ચૂનો ઉડીને તેની આંખમાં ગયો હતો

સુરતના  ડિંડોલી વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે.  નાના-નાના બાળકો રમતાં હોય ત્યારે તેમની પાસે કોઇ એક વ્યક્તિએ રહેવું કેટલું જરૂરી છે તે આ કિસ્સા પરથી ખ્યાલ આવે છે.. બનાવની વિગત કંઇક એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બાળકીએ રમતા રમતા તમાકુમાં નાંખવાામાં આવત ચૂનાની પડીકી ખોલી હતી અને આ દરમ્યાન ચૂનો ઉડીને તેની આંખમાં ગયો હતો. આ ઘટનાને કારણે બાળકીને તાત્કાલીક હોસ્પિટલાઇઝ્ડ કરવી પડી હતી.. જ્યાં તેનું આંખનું ઓપરેશન કરવું પડ્યુ હતું.. જો કે ઓપરેશન બાદ પણ ઇન્ફેક્શ હજુ યોગ્ય રીતે ક્લિયર ન થતા બાળકીનું ફરી ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. 
 
ઘરમાંથી તમાકુ નાંખવાનો ચૂનો બાળકીના હાથમાં આવી ગયો

બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો છે.. તેના પિતા નિલેશભાઇ પાટીલ સુરતના ડિંડોલી વિસ્તારમાં પત્ની અને બે સંતાનો સાથે રહે છે.  તેઓ હિરા બજારમાં કારીગર તરીકે કામ કરે છે.. ઘટનાનો ભોગ બનનાર તેમની દિકરીનું નામ લાવણ્યા છે... જે પાંચ વર્ષની છે. તેના દાદાને તમાકુની ટેવ છે. ઘરમાંથી તમાકુ નાંખવાનો ચૂનો બાળકીના હાથમાં આવી ગયો હતો અને તેણે તે ખાવા માટે ખોલ્યો હતો.. જે દરમ્યાન આ ઘટના ઘટી હતી. 

ચૂનો પડતા જ તેને આંખોમાં અત્યંત પીડા થતા દર્દથી ચીસો પાડી ઉઠી

બાળકીની આંખમાં ચૂનો પડતા જ તેને આંખોમાં અત્યંત પીડા થતા જે દર્દથી ચીસો પાડી ઉઠી હતી. જે બાદ તેને માતા-પિતા દ્વારા તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.. શરૂઆતમાં તો એવુ લાગ્યુ હતું કે આંખામાં નાંખવાના ટીપાંથી મટી જશે..પરંતુ પીડા ઓછી ન થતા આખરે ચેકઅપ કરાવ્યુ હતું.. જે બાદ આંખનુ ઓપેરશન કરવું પડશે તેવું ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ હતું જો કે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો પોષાય તેમ ન હોવાથી બાળકીનું સિવિલ હોસ્પિટલમાં શનિવારે ઓપરેશન હાથ ધરાયુ હતું. જો કે તબીબોનું માનીએ તો હજુ પણ બાળકીની આંખનું વધુ એક ઓપરેશ કરવું પડી શકે છે .. 

આ પણ વાંચોઃ વડોદરામાં ક્રિકેટની બબાલમાં બે જૂથ વચ્ચે અથડામણ: ચપ્પુ-છરાથી કરાયો હુમલો

જરાપણ લાપરવાહી પડી શકે છે  ભારે 

આ ઘટનાએ ફરીએકવાર બાળક રમતું હોય ત્યારે તેના પ્રત્યે થોડી લાપરવાહી કેટલી ભારે પડી શકે છે તેનુ વધું એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ