બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Clash between two factions in cricket babal in Vadodara

કાર્યવાહી / વડોદરામાં ક્રિકેટની બબાલમાં બે જૂથ વચ્ચે અથડામણ: ચપ્પુ-છરાથી કરાયો હુમલો

Vishal Khamar

Last Updated: 03:49 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં સયાજીપુરામાં બે જૂથ વચ્ચે ગત મોડી રાત્રે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરાતા 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગત મોડી રાત્રે વડોદરાનાં સયાજીપુરામાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. જૂથ અથડામણને પગલે તંગદિલીનું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

સમાધાન માટે ભેગા થયા બાદ હથિયારથી હુમલો કર્યો
વડોદરાનાં સયાજીપુરા ગામે યુવાનો વચ્ચે થયેલી મારામારી મામલે વડોદરા DCP લીના પાટીલે નિવેદન આપ્યું હતું કે, રાત્રે 9.30 કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ થઈ હતી. કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા. જેને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ સમાધાન માટે ગામમાં બે કોમના યુવકો ભેગા થયા હતા. જે બાદ મામલો બીચકતા એક કોમના યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો. 

પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો લગાવી ગુનો નોંધ્યોઃ  લીના પાટીલ (DCP)
બોલાચાલી બાદ બે કોમનાં યુવકો સમાધાન માટે ભેગા થયા હતા. જે બાદ સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં મામલો બિકચતા એક કોમનાં યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં એજાજ પઠાણ, મોઈન પઠાણ, સોહિલ દીવાન અને ઉર્વીશ પઠાણની ધરપકડ કરી છે. સાહિલ પઠાણે ચપ્પુથી હુમલો કર્યો હતો. જ્યારે ઉર્વીશ પઠાણ અગાઉ જુગારના ગુનામાં પડકાયેલો છે. આ બાબતે હત્યાની કોશિષ સહિતની કલમો લગાવી ગુનો નોંધાયો છે. 

વધુ વાંચોઃ માર્ચ મહિનામાં જ ગરમીથી શેકાવવા થઈ જાઓ તૈયાર: હવામાન વિભાગની તડકતી ભડકતી આગાહી!

પોલીસે આરોપીઓની અટકાયત કરીઃ લીના પાટીલ (DCP)
તેમજ ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, એટ્રોસીટી એક્ટની કલમ તેમજ સાથે સાથે આઈપીસીની કલમ 307, 326 ની એટલે કે જાનથી મારી નાંખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  ત્યારે મોટા ભાગનાં છોકરાઓ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. હાલ આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછની કાર્યવાહી હાલ ચાલી રહી છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ગામનાં આગેવાનો અને ગામનાં સરપંચ સાથે અમે સતત સંપર્કમાં છીએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ