બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / બિઝનેસ / to save income tax invest in these 5 govt schemes

તમારા કામનું / ટેક્સ બચાવવા માંગો છો તો આ 5 સ્કીમમાં કરો રોકાણ, રિટર્નની સાથે મળશે ઘણા લાભ

Arohi

Last Updated: 04:26 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈનકમ ટેક્સ બચાવવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક શાનદાર ટેક્સ સેવિંગ યોજના છે, જેમાં રોકાણ કરીને તમે વધુ સારું વળતર મેળવી શકો છો.

  • ટેક્સમાં રાહત માટે આ સ્કીમમાં કરો રોકાણ 
  • બેસ્ટ રિટર્નની સાથે મળશે બીજા ઘણા લાભ 
  • જાણો આવી સ્કીમ્સ વિશે

જો તમે નોકરી કરો છો અને તમારા પગારનો એક ભાગ ટેક્સ તરીકે જમા કરવામાં આવે છે. જેમ જેમ પગાર વધે છે તેમ ટેક્સ પણ વધે છે. એવામાં તમે ઘણા પ્રકારની સ્કીમમાં રોકાણ કરીને સારા રિટર્નની સાથે ઈનકમ ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો. જો તમે ઈન્કમ ટેક્સ બચાવવા ઈચ્છો છો, તો તમે આ 5 સ્કીમમાં રોકાણ કરીને સરળતાથી ઈન્કમ ટેક્સ બચાવી શકો છો અને તમારે વધારે ટેક્સ ચૂકવવો પડશે નહીં.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 
ઈનકમ ટેક્સ બચાવવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક શાનદાર ટેક્સ સેવિંગ યોજના છે, જેમાં રોકાણ કરીને તમે વધુ સારું વળતર મેળવી શકો છો અને તમને આ યોજના હેઠળ 7.1% વળતર મળે છે. જો તમે આ યોજનામાં વાર્ષિક રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરો છો. તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ આપવામાં આવશે.

ઇપીએફ એકાઉન્ટ
જો તમે તમારા EPF ખાતામાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) હેઠળ રોકાણ કરો છો, તો આમ કરવાથી તમને 8.1% સુધીનો વ્યાજ દર મળે છે. આ યોજનામાં, આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની કર મુક્તિ પણ ઉપલબ્ધ છે. આનાથી તમે સરળતાથી તમારો ટેક્સ બચાવી શકો છો.

ટેક્સ સેવર એફડી સ્કીમ
બેન્કોની ટેક્સ સેવર એફડી સ્કીમમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ રોકાણકારોને રૂ. 1.5 લાખની છૂટ મળે છે. ટેક્સ સેવર એફડીમાં રોકાણ કરતા પહેલા, ધ્યાનમાં રાખો કે આ યોજનાનો લોક-ઇન સમયગાળો ફક્ત 5 વર્ષ છે.

નેશનલ પેન્શન સ્કીમ(NPS)
નેશનલ પેન્શન સ્કીમ (NPS) સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80CCE હેઠળ છૂટ મળે છે. આમાં રોકાણ કરવાથી તમને આવકવેરામાં છૂટની સાથે રિટાયરમેન્ટ ફંડનો લાભ મળે છે. જેના કારણે તમારી ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે.

ELSS મ્યુચ્યુઅલ ફંડ
ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને, તમને શાનદાર રિટર્નની સાથે ટેક્સ મુક્તિનો લાભ પણ મળે છે. આ લાભ આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખના રોકાણ પર ઉપલબ્ધ છે. આ સ્કીમનો લોકઇન સમયગાળો માત્ર 3 વર્ષનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ