બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Time of more than 200 trains going from Ahmedabad changed

ફેરફાર / ટ્રેનમાં સફર કરતાં ગુજરાતીઓ માટે કામનું: અમદાવાદથી જતી 200થી વધુ ટ્રેનોનો ટાઈમ બદલાયો, ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ જાણી લેજો

Priyakant

Last Updated: 11:04 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Railway News: અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનોને લઈ પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

  • અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનોને લઈ મોટો નિર્ણય 
  • અમદાવાદની 200થી વધુ ટ્રેનોનો સમય બદલાયો 
  • કેટલીક ટ્રેન મોડા તો કેટલીક ટ્રેનનો સમય વહેલા કરવામાં આવ્યો

Ahmedabad Railway News : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણને લઈ કવાયત શરૂ થઈ છે. આ દરમિયાન હવે અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનોને લઈ પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ કેટલીક ટ્રેન મોડા તો કેટલીક ટ્રેનનો સમય વહેલા કરવામાં આવ્યો છે. 

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતીથી ઉપડતી ટ્રેનોના સમયમાં 5-10 મિનિટ સમય વહેલો કે મોડો કરવામાં આવ્યો છે.  પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલ આ નવું સમયપત્રક 1 ઓક્ટોબર, 2023થી જ લાગૂ પડશે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 200થી વધુ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થયો છે, જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સમયના ફેરફારની નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ ટ્રેનો સમય કરતાં વહેલા ઉપડશે 

  • ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકને બદલે 07.45 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી 19.30 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 23.00 કલાકને બદલે 22.15 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21.35 કલાકને બદલે 21.25 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 12.35 કલાકને બદલે 12.30 કલાકે રવાના થશે.

આ ટ્રેનો સમય કરતાં મોડી ઉપડશે 

  • ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18.30 કલાકને બદલે 18.50 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 07.05 કલાકને બદલે 07.10 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 12937 ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18.15 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી 16.00 કલાકને બદલે 16.10 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 09.00 કલાકને બદલે 09.15 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી 17.50 કલાકને બદલે 18.00 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી 06.30 કલાકને બદલે 06.35 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 6.00 કલાકને બદલે 6.20 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી 09.50 કલાકને બદલે 10.00 કલાકે રવાના થશે.
  • ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી 06.10 કલાકને બદલે 06.15 કલાકે રવાના થશે.

આ સાથે અન્ય જે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયા તે નીચે મુજબ છે. 


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ