બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Tik Tok star Kirti Patel's controversy again: Woman made serious allegations, crime registered in Ahmedabad

ઝઘડો / ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો ફરી વિવાદ: મહિલાએ લગાવ્યા સંગીન આરોપ, અમદાવાદમાં નોંધાયો ગુનો

Vishal Khamar

Last Updated: 10:32 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલે મહિલા સાથે મારા મારી કરી હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી
  • કીર્તિ પટેલે મહિલા સાથે મારામારી કરતા મહિલાએ ફરિયાદ કરી
  • મહિલાએ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

 ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં અમદાવાદ ખાતે રહેતી મહિલાનાં પતિ સાથે કીર્તિ પટેલે વાતચીત કરતા મામલો બિચક્યો હતો. ત્યારે કીર્તિ પટેલે મહિલા સાથે મારામારી કરી હોવાની ફરિયાદ મહિલાએ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે કીર્તી પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. કીર્તિ પટેલ વિરૂદ્ધ અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. 

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે કીર્તિ પટેલ 
2022ની 23 ડિસેમ્બરે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેંસાણમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે  મામની ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી હતી. જેની વિગતો એવી હતી કે, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની કરી ધરપકડ હતી. આ સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો . 

2022નાં મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે કરી હતી ધરપકડ
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ