બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Tickets from Bhavnagar to Parshotam Solanki and Rajula to Heera Solanki

બેટલ ઑફ ગુજરાત / નો-રિપીટના વાવાઝોડામાં પણ અડીખમ છે સૌરાષ્ટ્રના બે ભાઇઓની જોડી, લોકપ્રિયતા એવી કે BJPએ દાયકાઓથી ટિકિટ નથી કાપી

Malay

Last Updated: 05:19 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. એવામાં કેટલાક નેતાઓ એવા પણ છે કે જેમના નામને ઉમેદવારોની યાદીમાંથી ભાજપની ‘નો રિપીટ’ની રણનીતિ પણ હટાવી શકી નથી.

 

  • ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની કરી જાહેરાત
  • ભાવનગર ગ્રામ્યથી પરષોતમ સોલંકી અને રાજુલાથી હીરા સોલંકીને ટિકિટ
  • ભાજપની ‘નો રિપીટ’ની રણનીતિ પણ યાદીમાંથી ન હટાવી શકી નામ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોના નામ જાહેર કરીને ભાજપે ઘણા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો મોટા ભાગે અંત લાવ્યો છે. ભાજપ દ્વારા એકસાથે 160 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જોકે, પાર્ટીએ હજુ 22 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી. 

પરષોતમ સોલંકી અને હીરા સોલંકી રિપીટ
ભાજપે 160 ઉમેદવારોની યાદીમાં ઘણા જૂના જોગીના પત્તા કાપીને નવા ચહેરાને તક આપી છે. ઉમેદવારોની યાદીમાં કેટલાક નામ એવા પણ છે જેઓ છેલ્લા ઘણા વર્ષથી સફળતાપૂર્વક ટિકિટ મેળવીને ચૂંટણી પણ જીતી રહ્યા છે. તેઓના નામ આ યાદીમાંથી 'નો રિપીટ'ની થિયરી પણ દૂર કરી શકી નથી. આમાં સૌથી પહેલા નામ કોળી સમાજના મજબૂત નેતા પરષોતમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકીનું આવે છે. હીરા સોલંકી ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પર હાર્યા હોવા છતાં તેમને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે.

કોળી પ્રભુત્વવાળા વિસ્તારોમાં સારી પકડ ધરાવતા નેતા પરષોતમ સોલંકી
આ વખતે પણ ભાજપે તેઓને રિપીટ કર્યા છે, ભાજપે સોલંકી બ્રધર્સને ભાવનગર ગ્રામ્ય અને રાજુલા બેઠક પરથી ટિકિટ આપી છે. આ વખતે સતત છઠ્ઠી વખત સોલંકી બ્રધર્સ એકસાથે ચૂંટણી લડશે. પરષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.

પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર)

પરસોત્તમ સોલંકીનું ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પ્રભુત્વ
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનો નંબર 103 છે. આ બેઠક પર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરસોત્તમ સોલંકીને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને પરસોત્તમ સોલંકીને હરાવ્યા હતા. પરસોતમ સોલંકી સતત 1998થી અત્યાર સુધી ભાજપની ટિકિટ પર જીતતા આવ્યા છે. સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.  આ બેઠક પર કુલ 2,58,467 મતદારો છે. 

હીરાભાઈ સોલંકી (રાજુલા બેઠકના ઉમેદવાર)

રાજુલા બેઠક ગત વખતે ભાજપે ગુમાવી હતી
રાજુલા બેઠક વર્ષોથી ભાજપના કબ્જામાં હતી. આ બેઠક પર વર્ષ 1998થી 2012 સુધી ભાજપે શાસન કર્યું છે. મહત્વની વાત એ છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરે હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીને હરાવ્યા હતા. વર્ષ 1998થી વર્ષ 2012 સુધી આ બેઠક પર હીરા સોલંકી ભાજપની ટિકિટ પર જીતતા આવ્યા છે. જોકે, ગત વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ