બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Threat to bomb Ram temple, CM Yogi, STF chief before Pran Pratistha, Tantra alert on receiving threatening mail

BIG BREAKING / પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર, CM યોગી, STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યો મેઇલ મળતા તંત્ર એલર્ટ

Vishal Khamar

Last Updated: 09:59 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામ મંદિર, સીએમ યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ ધમકીભર્યો ઈ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો છે. જેમાં તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આરોપીએ પોતાને ISI સાથે જોડાયેલો ગણાવ્યો છે.

  • શ્રી રામ મંદિર,સીએમ યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • આરોપીએ પોતાને ISI સાથે જોડાયેલો ગણાવ્યો
  •  લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી STF ના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ચર્ચા છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી છે. આ મામલામાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

આરોપી આતંકી સંગઠન ISI  સાથે જોડાયેલો
માહિતી અનુસાર ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગાય પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને 27 ડિસેમ્બરે બપોરે 2:07 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો. વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપી છે. ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસૈન ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું કહેવું છે કે તે આતંકી સંગઠન ISI સાથે જોડાયેલો છે. આ ત્રણ લોકોના કારણે તે પરેશાન છે.

ઝુબેરખાન નામનાં વ્યક્તિ દ્વારા જાનથી મારી નાંખવાનો ઈમેલ મળ્યો
આ સંદર્ભમાં દેવેન્દ્ર તિવારીએ તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે તા. 27 ડિસેમ્બર 2023 નાં બપોરે 2.07 કલાકે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, એસટીએફ ચીફ અમિતાભ યથ અને મને  ફરી ઝુબેર ખાન નામના વ્યક્તિ દ્વારા જાનથી મારી નાંખવાનો ઈમેલ મળ્યો છે.  આ પોસ્ટ સાથે મળેલ ધમકી ભર્યા મેઈલનો ફોટો પણ મુકુ છું. અને સરકાર અને વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની વિશેષ તપાસની માંગ કરું છું. જો આ અંગે ધ્યાન લેવામાં નહીં આવે, તો કદાચ હું સ્વીકારીશ કે મારો નંબર પણ બિન-સમુદાયના આ જેહાદી વ્યક્તિઓ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. બહુ જલ્દી હું પણ ગાય સેવાના નામે શહીદ થઈ જઈશ.

દેવેન્દ્ર તિવારી (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય કિસાન મંચ )

અગાઉ પણ દેવેન્દ્ર તિવારીનાં ઘરે ધમકી ભર્યો પત્ર મળ્યો હતો
આ મામલાની નોંધ લેતા યુપી-112ના ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. લખનૌ પોલીસની સાથે એટીએસ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. આઈપી એડ્રેસ દ્વારા ઈ-મેલ મોકલનારનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ લખનૌના આલમબાગમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દેવેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્રએ ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેના કારણે તેને સતત ધમકીઓ મળી રહી હતી. જો કે તે સમયે પોલીસ આરોપીઓને શોધી શકી ન હતી.

વાંચવા જેવું ઃ 85 હજાર કરોડમાં બદલાઇ જશે રામનગરીની 'સૂરત', 10 વર્ષમાં જ અયોધ્યા ક્યાંનું ક્યાં પહોંચી જશે! મેગા પ્લાન તૈયાર

અગાઉ યોગી આદિત્યનાથને પણ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો
મળકી માહિતી મુજબ આ વર્ષે એપ્રિલમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે આરોપીએ ડાયલ 112 પર મેસેજ કરીને ધમકી આપી હતી. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જે મુજબ સીએમ યોગી આદિત્યનાથને યુપી 112 હેડક્વાર્ટર ખાતે 23 એપ્રિલે રાત્રે 8:22 વાગ્યે સોશિયલ મીડિયાના વોટ્સએપ ડેસ્ક પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘હું યોગી સીએમને જલ્દી મારી નાખીશ’ આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ