બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / ram nagri ayodhya makeover in rs 85000 crore after 10 years see the plan

પ્રોજેક્ટ / 85 હજાર કરોડમાં બદલાઇ જશે રામનગરીની 'સૂરત', 10 વર્ષમાં જ અયોધ્યા ક્યાંનું ક્યાં પહોંચી જશે! મેગા પ્લાન તૈયાર

Dinesh

Last Updated: 02:27 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ayodhya news: માસ્ટર પ્લાન 2031 મુજબ લગભગ 3 લાખ લોકોને રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 85000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે અયોધ્યાનો પુનર્વિકાસ 10 વર્ષમાં પૂર્ણ થશે

  • રામ નગરીને સ્માર્ટ સિટી બનાવવા માટે વિશેષ આયોજન કરાયું
  • અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનવાનું આયોજન
  • સરયુ નદી પર ક્રુઝ સેવાનું નિર્માણ કરાશે


અયોધ્યા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે છે. રામ નગરીને સ્માર્ટ સિટી બનાવવા માટે પીએમ મોદી 15,700 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા છે. માસ્ટર પ્લાન 2031 મુજબ ઉદ્ઘાટન પછી લગભગ 3 લાખ લોકોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 85000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે અયોધ્યાનો પુનર્વિકાસ 10 વર્ષમાં પૂર્ણ થશે. આ શહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનવાની અપેક્ષા છે. જેના માટે શહેરની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાની મિલકતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

પ્રાચીન સ્થળની સંસ્કૃતિને પણ જાળવી રાખશે
આ યોજનામાં 875 ચોરસ કિમીના અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન વિકાસની ઓળખની પરિકલ્પના કરવામાં આવી છે. જેમાં 133 ચોરસ કિમીના હાલના માસ્ટર પ્લાન્ડ સિટી એરિયા અને 31.5 ચોરસ કિમીના મુખ્ય શહેરનો સમાવેશ થાય છે. આર્કિટેક્ટ અને શહેરી નિયોજક દિક્ષુ કુકરેજાની પેઢીએ સમગ્ર અયોધ્યા માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. તેમણે કહ્યું હતું કે ડિઝાઇન વિઝનમાં તમામ આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે જે 21મી સદીમાં વિશ્વ કક્ષાના શહેરમાં હોવી જોઈએ અને આ પ્રાચીન સ્થળની સંસ્કૃતિને પણ જાળવી રાખશે. 

વાંચવા જેવું:  ભવ્ય... દિવ્ય... અયોધ્યા: એરપોર્ટ-રેલવે સ્ટેશનથી લઈને રસ્તાઓ પણ રામમય, PM મોદીએ કર્યું લોકાર્પણ, જુઓ શું છે ખાસ

ગ્રીનફિલ્ડ ટાઉનશિપનું પણ આયોજન
એક અહેવાલ મુજબ શહેરમાં એક નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભક્તો માટે રહેઠાણની સુવિધા, આશ્રમો, મઠો, હોટેલ્સ, વિવિધ રાજ્યોની ઇમારતો માટેની જગ્યાનો સમાવેશ થશે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના જણાવ્યા અનુસાર એક પ્રવાસી સુવિધા કેન્દ્ર, એક વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. સરયુ નદી અને તેના ઘાટોની આસપાસના માળખાકીય સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરયુ નદી પર ક્રુઝ સેવા પણ શરૂ કરાશે. અયોધ્યામાં વર્તમાનમાં મોટા પાયે વિકાસનો નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યાંના રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે અને મલ્ટિ-લેવલ કાર પાર્ક સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ