બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / This will happen if forced or haphazard parking is done on five VIP roads of Ahmedabad city

તંત્રની વોચ / અમદાવાદના પાંચ VIP રોડ પર દબાણ કે આડેધડ પાર્કિંગ કર્યું તો આવી બનશે, રોજ રિપોર્ટ આપવાના છૂટ્યા કડક આદેશ

Dinesh

Last Updated: 03:38 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટની લાલ આંખ બાદ AMC પણ એક્શનમાંઃ તંત્રએ રોડદીઠ અમલીકરણ અધિકારી અને સુપરવિઝન અધિકારીની નિમણૂક કરી

  • શહેરના પાંચ રોડ પર દબાણ કે આડેધડ પાર્કિંગ કર્યું તો આવી બનશે
  • એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો રોડ પર તંત્રની વોચ
  • દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન 


અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોઈ સ્વાભાવિકપણે તે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદમાં જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું હોઈ અન્ય રાજ્યોના લોકો પણ રોજીરોટીની તલાશમાં સતત આવી રહ્યા છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને ખાસ સંતોષ ન હોઈ અંગત વાહનોનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ બધાં કારણસર શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યા સતત સતાવતી રહી છે. આ મામલે છેક હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ હોઈ તેના ઓર્ડરના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો સહિતના શહેરના પાંચ વીઆઇપી રોડને અલગ તારવીને આ રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.

ટ્રાફિકની નાની-મોટી સમસ્યાથી પરેશાન
અમદાવાદની રોનક ગણાતા એસજી હાઈવે, સીજી રોડ અને જજીસ બંગલો રોડ કાયમ ટ્રાફિકની નાની-મોટી સમસ્યાથી પરેશાન થતો રહ્યો છે. આ રોડ પર વિવિધ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ થતી હોઈ સ્વાભાવિકપણે ફોર વ્હીલરની પણ અવરજવર ખાસ્સી રહેતી હોય છે. જેના કારણે અમુક લોકો જાણે-અજાણે રોડ પર વાહન પાર્ક કરીને ઓફિસ કે મોલ વગેરેમાં જતા હોય છે. જોકે હવે હાઈકોર્ટના ઓર્ડરના પગલે મ્યુનિસિપલ તંત્ર પણ એક્શનમાં આવ્યું હોઈ આવી રીતે બેદરકારીપૂર્વક પોતાનાં વાહનને રોડ પર પાર્ક કરીને જવાની પ્રવૃત્તિથી આ લોકોએ સાવચેત રહેવું પડશે. એસજી હાઈવેના પકવાન ચાર રસ્તાથી થલતેજ ચાર રસ્તા થઈ, ગોતા ચાર રસ્તા, વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર તંત્રએ ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇનચાર્જ આસિસ્ટન્ટ ટીડીઓ મોહન રાઠોડને ટ્રાફિકને નડતરરૂપ દબાણ તથા પાર્કિંગ દૂર કરવાના અમલીકરણ અધિકારી તરીકે નીમ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર યતીન્દ્ર નાયક સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે. એસજી હાઈવેના ઉજાલા સર્કલથી પ્રહ્લાદનગર, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના રોડના અમલીકરણ અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર હિતેશ ચૌહાણ અને સુપરવિઝન અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર પૃથ્વીસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે.

 સુપરવિઝન અધિકારી તરીકે નિમણૂક કરાઈ
સીજી રોડ માટે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર મકવાણા અને સુપરવિઝન અધિકારી તરીકે પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર રાહુલ શાહની નિમણૂક થઈ છે. જજીસ બંગલો રોડ પર ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર નીતિન આહુજા   અમલીકરણ અધિકારી અને ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર હાર્દિક ઠાકોર સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે. નારણપુરા ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા થઈ પ્રભાત ચોક માટે મૌલેશ ઘોરેચા અમલીકરણ અધિકારી અને દિવ્યેશ પટેલ સુપરવિઝન અધિકારી તરીકે નિમાયા છે. ઘાટલોડિયાના ડમરું સર્કલથી ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના રોડ માટે મૂકેશ પટેલની અમલીકરણ અધિકારી અને દેવેન ભટ્ટની સુપરવિઝન અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે.

પોલીસ બંદોબસ્ત મેળવીને પણ દબાણ દૂર કરવાનાં રહેશે
સંબંધિત અધિકારીઓએ જરૂર લાગે તો પોલીસ વિભાગ કે ટ્રાફિક શાખાનો સંપર્ક કરી જે તે રૂટ પર જરૂરી પોલીસ બંદોબસ્ત મેળવી દબાણને દૂર કરવાનાં રહેશે તેમજ પોતાની કામગીરીનો રિપોર્ટ સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા એસ્ટેટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને સુપરત કરવાનો રહેશે. આ ઉપરાંત એસ્ટેટ મધ્યસ્થ કચેરીની ફિલ્ડ વિઝિટ ટીમ દ્વારા દિવસમાં બે વખત સરપ્રાઇઝ ચેકિંગ કરાશે અને તેનો રિપોર્ટ પ્રત્યેક દિવસની સાંજે કમિશનરને આપવાનો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ