બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / This Video Of A Teary-Eyed MS Dhoni After His Run Out Is Breaking All Our Hearts

WC 2019 / આખા કરિયરમાં ધોની આવો ઉદાસ ક્યારે જોવા મળ્યો નથી, તેને જોઈને આખો દેશ ભાવુક

vtvAdmin

Last Updated: 10:25 AM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ 2019 માં ન્યૂઝીલેન્ડની સામે ભારતની હાર થયા બાદ દરેક ખેલાડીઓ ઉદાસ જોવા મળ્યા હતા. પરંતુ આજે પહેલી વખત ધોનીના ચહેરા પર ઉદાસી જોવા મળી, એવી ઉદાસી કે એના ચહેરા પર આશરે 15 વર્ષના કરિયરમાં ક્યારેય જોવા મળી નથી.

દરેક મેચમાં એક ટીમ જીતે છે તો બીજીની હાર થાય છે. એટલા માટે આજેથી પહેલા જ્યારે જ્યારે ટીમ ઇન્ડિયા હારી અથવા જીતી, એને મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય રીતે લેતો હતો. જીતથી વધારે ઉત્સાહિત પણ નહતો થતો અને હારથી વધારે માયૂસ પણ નહતો થતો. પરંતુ આજે પહેલી વખત ધોનીના ચહેરા પર ઉદાસી જોવા મળી, એવી ઉદાસી કે એના ચહેરા પર આશરે 15 વર્ષના કરિયરમાં ક્યારેય જોવા મળી નથી. 

વાસ્તવમાં, અજીબવ સંયોગ છે કે જે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની સિક્સરથી 2011ના વર્લ્ડકપની ફાઇનલ ફિનિશ કરી હતી અને 1983 બાદ બીજી વખત ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો. એ ધોની ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મોટી મેચને યોગ્ય રીતે ફિનિશ કરવાથી ચૂકી ગયો.

ધોની માટે આ મેચ એક તરફ વર્લ્ડકપની છેલ્લી મેચ હતી, એટલા માટે એ છેલ્લી ક્ષણ સુધી મેદાનમાં સંઘર્ષ કરતો જોવા મલ્યો. એક તરફ રવીન્દ્ર જાડેજા મોટા શૉટ મારી રહ્યો હતો તો બીજી તરફ ધોની સમજી વિચારીને પોતાની ઇનિંન્ગને આગળ વધારી રહ્યો હતો. તે દરેક બોલ બાદ જાડેજાને સમજાવી રહ્યો હતો કે આગળ કેવી રીતે રમવાનું છે. 

એક સમય તો એવો આવી ગયો જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ જીતની આશા જગાડી દીધી હતી. પરંતુ 48મી ઓવરમાં રવીન્દ્ર જાડેજા આઉટ થઇ ગયો. ત્યારબાદ ધોનીએ એકલાએ મોર્ચો સંભાળ્યો અને 49મી ઓવરમાં જોરદાર છગ્ગા મારીને લોકોની આશા વધારી દીધી. 

અત્યાર સુધી ધોની પોતાની રનિંગ માટે જાણીતો હતો, પરંતુ આ મોટી મેચમાં એ રનઆઉટ થઇ ગયો. 49મી ઓવરમાં ધોનીના રનઆઉટ થતાં જ ટીમ ઇન્ડિયાની હાર પણ નક્કી થઇ ગઇ. ધોની અંત સુધી રમતો તો કદાચ મેચનું પરિણામ બદલાઇ જતું. 

રનઆઉટ થઇને જ્યારે ધોની પેવેલેયિન તરફ પરત ફરી રહ્યો હતો તો એ ખૂબ જ ઉદાસ હતો. એ મેદાનની બહાર નિકળી રહ્યો તો પણ ચાલી શકતો નહતો. આ પહેલા તમે ક્યારેય ધોનીને આવી રીતે દુખી જોયો હશે નહીં. 

ધોની જ્યારે ક્રીઝથી પરત પવેલિયન ફરી રહ્યો હતો તો એનું માથું ઝુકેલું હતું. યોગ્ય રીતે ચાલી શકતો નહતો. , લાગી રહ્યું હતું કે મેદાન પર કંઇક છૂટી રહ્યું છે. જણાવી દઇએ કે ધોની માટે આ ચોથો વર્લ્ડકપ હતો. 

આમ તો હારથી લોકો ઉદાસ છે, પરંતુ સોશિયલ મીડિયા પર રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીના જોરદાર વખાણ થઇ રહ્યા છે. ભારતીય ક્રિકેટ પ્રશંસક લખી રહ્યા છે કે 'મેચ ન્યૂઝીલેન્ડે જીતી, પરંતુ દિલ ધોની અને જાડેજાએ જીત્યું. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ