બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / This is the most valuable teapot in the world

અદ્દલ કારિગીરી / દુનિયાની સૌથી મોંઘી ચાની કીટલી, 1658 હીરા, 6.67 કેરટનો રૂબી ઉપયોગ, ભારત સાથે છે ખાસ નાતો, કિંમત દાઝી જાય તેવી

Kishor

Last Updated: 11:41 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇટાલિયન જ્વેલર ફુલવીઓ દ્વારા બનાવાયેલ 18 કેરેટ સોના અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીથી તથા 1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢેલ કીટલી દુનિયાની સૌથી મોંઘી કીટલી છે.

  • દુનિયાની સૌથી મોંઘી ચાની કીટલી
  • 2016માં દુનિયાની સૌથી મોંઘી કીટલી અંગે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાહેરાત
  • ભારત સાથે છે ખાસ નાતો

2016માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા હીરા અને રૂબીથી ઝડિત ચાની કીટલીને દુનિયાની સૌથી મોંઘી કીટલીના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. ધ ઈગોઈસ્ટ નામના ટેબલવેરના આ ચમકતા ભાગને બ્રિટિશ-ભારતીય અબજોપતિ નિર્મલ શેઠિયાની યુકે ચેરિટી અને શેઠિયા ફાઉન્ડેશન દ્વારા બનાવાઈ છે.

1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢવામાં આવ્યું

નિર્મલ શેઠિયાએ આ મોંઘી કીટલીની ડિઝાઇન કરી હતી અને તેની કંપની ન્યૂબી ટીઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી છે. ચાના વેપારીઓ શ્રેષ્ઠ ચાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કીટલી બનાવવા માંગતા હતા. અને તેથી 'ધ ઇગોઇસ્ટ'નો જન્મ થયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કરાયેલા દાવા અનુસાર ઇટાલિયન જ્વેલર ફુલવીઓ સ્કેવિયાએ બનાવેલી આ કીટલી 18 કેરેટ સોના અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીથી મઢેલ છે. જે 1,658 હીરા અને 386 થાઈ અને બર્મીઝ માણેકથી મઢવામાં આવ્યું છે. જે તેના બાહ્ય ભાગમાં લાલ રંગની છાપ છોડે છે અને તેના સેન્ટરમાં શોસ્ટોપર 6.67 કેરેટ થાઈ રૂબીનો શણગાર કરાયો છે.

 ટ્વિટર યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા

કીટલીમા અદભૂત રત્નો ટાંકવામાં આવ્યા હોવા છતાં ઉડીને આંખે વળગે તેવી વાતમાં હેન્ડલ છે. જે મોલ્ડેડ મેમથ હાથી દાંતમાંથી બનાવવામાં આવ્યું છે અને દરેક ખૂણામાં હીરા ટાંકવામાં આવ્યા છે. જ્યારે 2016માં આ કીટલીની કિંમત $3 મિલિયન એટલે કે લગભગ 24.8 કરોડ રૂપિયા અંકાઈ હતી. તાજેતરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે તેની તસવીરો ટ્વીટ કરવામાં આવતા વધુ એક વખત લોકોનું ધ્યાન ખેંચાયું છે. આટલી મોંઘી કીટલીને લઈને મોટી સંખ્યામાં ટ્વિટર યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ