બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / This dairy of Gujarat, which has topped the country in national energy saving, will receive the National Award from President Draupadi Murmu.
Vishal Khamar
Last Updated: 07:25 PM, 13 December 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો છે. ત્યારે સુમુલ ડેરીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય ઊર્જા બચતમાં દેશમાં સુમુલ ડેરી અવ્વલ રહેલી છે. ત્યારે આવતીકાલે સુમુલ ડેરીને રાષ્ટ્રીય ઊર્જા બચતનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. આવતીકાલે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણનાં દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે ડેરીને "નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ" એનાયત કરાશે. ત્યારે છેલ્લા 16 વર્ષમાં 9 વખત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડની સિદ્ધિ મેળવશે.
સુમુલ ડેરીએ અદ્યતન ટેકનોલોજી લગાવી હરણફાળ ભરી
આ બાબતે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી સાથે જોડાયેલી 1200 જેટલી મંડળીઓ સાથે જોડાયેલા અઢી લાખ જેટલા પશુપાલકો દરરોજનું લાખો લીટર દૂધ સુમુલ ડેરીમાં સંપાદન કરાવે છે. અને તેની સાથે દૂધનાં જે પ્રોસેસિંગ પ્લાન્ટો છે. એ પણ ઊર્જાની બચત કરે અને અદ્યતન ટેકનોલોજી લગાવી સુમુલ ડેરી ખૂબ જ હરણફાળ ભરી રહી છે.
સુમુલ ડેરી ઊર્જાની બચત કરી સમગ્ર દેશમાં પ્રથમ આવી
ઊર્જા વિભાગ તરફથી 14 મી ડિસેમ્બરે સમગ્ર દેશનાં ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગોને ઉર્જા બચત થાય તે માટે એવોર્ડ અપાતા હોય છે. આ વખતે પ્રથમ ક્રમે સુમુલ ડેરી આવી છે. અને ખાસ કરીને સુમુલ ડેરીનાં ચેરમેન માનસિંગભાઈ પટેલનાં નેતૃત્વમાં જે રીતે સુમુલ કામગીરી કરી રહી છે અને ઊર્જા બચત કરીને સમગ્ર દેશમાં પ્રથમ આવી છે. એ અનુસંધાને આવતીકાલે 14 મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિનાં હસ્તે સુમુલ ડેરીનાં ચેરમેન માનસિંગભાઈ પટેલને એવોર્ડ મળવાનો છે. સુમુલ ડેરીને એવોર્ડ મળતા પશુપાલકોમાં ખૂબ જ આનંદીત છે. ખાસ કરીને જે રીતે સુમુલ પરિવારનાં કર્મચારી મિત્રો અને સુમુલ પરિવારનાં પશુપાલકો તેમજ ડિરેક્ટરો જે રીતે કામગીરી કરી રહ્યા છે. એનાં કારણે સુમુલ સતત પ્રગતિ કરી રહી છે. એનું સીધુ પરિણામ તમે જોવો તો આ એવોર્ડે સમગ્ર પશુપાલકોને ખૂબ જ રાજી કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.