બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Third round of rain in Gujarat: Rain in 102 taluks in last 24 hours

સાવન કો આને દો / કપરાડામાં 9 ઈંચ, તો વિસાવદર પાણી-પાણી... છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ

Malay

Last Updated: 08:29 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ 
  • સૌથી વધુ કપરાડામાં 9 ઈંચ વરસાદ 
  • ખંભાળિયામાં 8.2 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાત વરસાદ અપડેટઃ ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે કપરાડાના રસ્તાઓ બેટમાં ફરવાયા છે, તો ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનોવારો આવ્યો છે. 

ખંભાળિયામાં 8.2 અને વિસાવદરમાં 8 ઈંચ વરસાદ
કપરાડા ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં પણ 8.2 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડી અને ધરમપુરમાં 4-4 ઈંચ, ઉમરગામમાં 3.7 ઈંચ, ડોલવણમાં 3.2 ઈંચ, વલસાડમાં 3.1 ઈંચ, કલ્યાણપુરમાં 3.1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, પેટલાદમાં 2.1 ઈંચ, જૂનાગઢમાં 2.1 ઈંચ, જાંબુઘોડા અને તાલાલામાં 2-1 ઈંચ નોંધાયો છે. તો નવસારી, પાદરા, ધોરાજી, બોરસદ, સાંથલપુર 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતા, વઘઈ, વાપી, ભેસાણ, વાંસદામાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ખંભાળિયા ગામ પાસે આવેલ ધોધ જીવંત બન્યો
જામનગર જિલ્લાના લાલપુરના ખડખંભાળિયા ખાતે આવેલો ધોધ જીવંત બન્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજા બેટિંગ બાદ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદથી તૃપ્ત કરી દીધી છે. તેમાં લાલપુર તાલુકામાં મોસમનો સારો વરસાદ થતાં ખડ ખંભાળિયા ગામ પાસે આવેલ ધોધ જીવંત બન્યો છે. જેને લઈને પાણીમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે. 

સમગ્ર ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું
જૂનાગઢમાં માંગરોળ વિસ્તારના વરસાદથી ઘેડ પંથક પાણી-પાણી થઈ ગયુ છે. સમગ્ર ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘેડના ઓસા ગામમાં પાણી હોવાથી સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢના વિસાવદરમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નદીઓ બની ગાંડીતુર બની છે. 

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

  • કપરાડામાં 9 ઈંચ
  • ખંભાળિયામાં 8.2 ઈંચ
  • વિસાવદરમાં 8 ઈંચ 
  • પારડીમાં 4 ઈંચ
  • ધરમપુરમાં 4 ઈંચ  
  • ઉમરગામમાં 3.7 ઈંચ 
  • ડોલવણમાં 3.2 ઈંચ
  • વલસાડમાં 3.1 ઈંચ
  • કલ્યાણપુરમાં 3.1 ઈંચ 
  • મહુવામાં 3 ઈંચ
  • પેટલાદમાં 2.1 ઈંચ
  • જૂનાગઢમાં 2.1 ઈંચ
  • જાંબુઘોડામાં 2 ઈંચ
  • તાલાલામાં 2 ઈંચ 
  • નવસારીમાં 1.8 ઈંચ
  • પાદરામાં 1.8 ઈંચ
  • ધોરાજીમાં 1.8 ઈંચ
  • બોરસદમાં 1.8 ઈંચ
  • સાંથલપુર 1.8 ઈંચ 
  • દાંતામાં 1.2 ઈંચ
  • વઘઈમાં 1.2 ઈંચ
  • વાપીમાં 1.2 ઈંચ
  • ભેસાણમાં 1.2 ઈંચ
  • વાસંદામાં 1.2 ઈંચ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ