બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 12:30 PM, 25 February 2024
દરેક ગ્રહ એક નક્કી સમયે રાશિ પરિવર્તન કરે છે. તેની સારી અને ખરાબ અસર દરેક રાશિ પર પડે છે. તેના કારણે તમારા જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. આર્થિક નુકસાન થઈ શકે છે, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને કામને લઈને પણ સમસ્યા જોવા મળી શકે છે. ગ્રહોનો સારો પ્રભાવ પડે તો તમને કામમાં સફળતા મળી શકે છે. આ માર્ચ 2024 માં ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. જેના કારણે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં સમસ્યાઓ જોવા મળશે. મંગળ, બુધ,શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જાણો, આ ત્રણ રાશિના જાતકો વિશે.
ADVERTISEMENT
તુલા રાશિ
આ રાશિના જાતકોએ માર્ચ મહિનામાં ધ્યાન રાખવું પડશે. આ ચાર ગ્રહોનું ગોચર તેમના માટે નુકસાનકારક હશે. કાર્યમાં સમસ્યાઓ જોવા મળશે. વ્યવસાય કરતાં લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડશે. સારા સમય માટે તમારે દરરોજ લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી તમારી સમસ્યાઓ ઓછી થઈ જશે.
ADVERTISEMENT
વાંચવા જેવું: દુ:ખ, દર્દની વાત કરો લેખિતમાં: ગુજરાતમાં આવેલા છે ભક્તોની હૂંડી સ્વીકારતા હનુમાનદાદા
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે માર્ચ મહિનો સમસ્યાઓથી ભરેલો રહેશે. તમારા ઘર-પરિવારમાં સમસ્યાઓ જોવા મળી શકે છે. સંતાનને લગતી કોઈ બાબત તમારી ચિંતાનું કારણ બની શકે છે. તમારે આ મહિનામાં વધુ મહેનત કરવી પડશે. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. તમારું મન અશાંત રહેશે. તમારો ખર્ચ વધી શકે છે. નોકરી કરતાં લોકોએ આ સમયમાં થોડું ધ્યાન રાખવું પડશે. તમારો આ મહિનો સારો રહે તે માટે તમારે નારાયણનો પાઠ કરવો જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોએ આ માર્ચના મહિનામાં સાવધાની રાખવાની જરૂર છે. તમારો ખર્ચ વધી શકે છે. તમારો તણાવ પણ વધી શકે છે. ઘરમાં આર્થિક સમસ્યાઓ જોવા મળશે. તમારા પર શનિનો ખરાબ પ્રભાવ પડી શકે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.