બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / These is why sonu sood left manikarnika

બાપ રે! / કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

Kinjari

Last Updated: 12:56 PM, 22 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કંગના રનૌત અનેક પ્રકારના વિવાદોથી ધેરાયેલી છે. સુશાંત કેસમાં પોતાના નિવેદનોથી સમગ્ર ઇન્ડસ્ટ્રીને હલાવી દેનારી કંગના શિવસેના સાથે પણ વિવાદમાં ઉતરી છે.

  • મણિકર્ણિકા છોડવા પર સોનૂનો ખુલાસો
  • કંગનાએ કાપી નાંખ્યા હતા  સોનૂના સીન
  • 4 મહિના શૂટિંગ બાદ સોનૂએ છોડી ફિલ્મ

2019માં આવેલી ફિલ્મ મણિકર્ણિકા ખૂબ વિવાદમાં રહી કારણકે તે ફિલ્મને ડાયરેક્ટર અને એક્ટર સોનૂ સુદે ગુડબાય કહી દીધુ હતુ. કૃષે એવો આરોપ લગાવ્યો હતો કે કંગના તેમના કામમાં એક હદથી વધારે દખલ આપે છે. આ જ પ્રકારનો આરોપ સોનુ સૂદે પણ કંગના પર લગાવ્યો હતો. 

જ્યારે સોનૂને સવાલ પૂછવામાં આવ્યો કે તેણે શા કારણે ફિલ્મ છોડી ત્યારે સોનૂએ કહ્યું કે કંગના મારી સારી મિત્ર છે તેને હું હર્ટ કરવા નથી માંગતો પરંતુ તેને એક મેઇલ મળ્યો હતો જેમાં લખ્યુ હતુ કે હવે તે આ ફિલ્મનો હિસ્સો નથી. 

આગળ સોનૂએ કહ્યું કે, કંગના ફિલ્મને ડાયરેક્ટ કરવા માંગતી હતી અને તે ઇચ્છતી હતી કે હું તેને આ કામમાં સપોર્ટ કરું. મે કંગનાને કહ્યું કે આપણે નિર્દેશક સાથે વાત કરવી જાઇએ પરંતુ કંગનાએ એવુ કંઇ પણ ન કર્યુ અને ફિલ્મનુ ડિરેક્શન કરવા લાગી. બાદમાં જ્યારે મેં ફિલ્મ જોઇ તો મારા 80 ટકા સીન કાપી નાંખવામા આવ્યા હતા જેમાં હુ વાર્તા નેરેટ કરી રહ્યો છું. 

આ બાબતે જ્યારે મેં કંગના સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે ફિલ્મને એક અલગ અંદાજમાં શૂટ કરવા માગે છે. ત્યારે મે તેને કહ્યું કે તુ મારી મિત્ર છે પરંતુ તુ જે અંદાજમાં શૂટ કરવાનુ કહી રહી છે તેમાં હું કમ્ફર્ટેબલ નથી. જૂની સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટર માટે મે હા કહ્યું હતુ. 

આ વાત બાદ સોનૂએ ફિલ્મને અલવિદા કહી દીધુ હતુ. સોનૂએ ફિલ્મને 4 મહિનાનો સમય આપ્યો હતો અને ફિલ્મ છોડવા પર ખુબ દુખ પણ થયુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ