બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 5 things weaken immunity in the cold season

સ્વાસ્થ્ય / ઠંડીની સિઝનમાં ઇમ્યુનિટીને નબળી કરી નાખે છે આ 5 ચીજ, આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ ફેરફાર

Pooja Khunti

Last Updated: 08:12 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Immune System: શિયાળાની ઋતુમાં લોકો વધુ બીમાર થાય છે. પરતું તમને એમ લાગે કે તમે વારંવાર બીમાર પડી રહ્યા છો તો તેનું કારણ છે નબળી રોગપ્રતિકારક શક્તિ.

  • પૂરતી ઊંઘ ન લેવી 
  • વિટામિન D ની ઉણપ 
  • ફળ અને શાકભાજીનું સેવન ન કરવું 

શિયાળાની ઋતુમાં લોકો વધુ બીમાર થાય છે. ઠંડીનાં કારણે લોકોને શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યાઓ થાય છે. આમ તો આ સામાન્ય બીમારીઓ છે જે થોડા સમયની અંદર ઠીક થઈ જાય છે. પરતું તમને એમ લાગે કે તમે વારંવાર બીમાર પડી રહ્યા છો તો તેનું કારણ છે નબળી રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ બેક્ટેરિયા, વાયરસ અને અન્ય બીમારીઓ સામે તમારા શરીરનું રક્ષણ કરે છે. કેટલીક એવી વસ્તુ છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. જાણો આ વસ્તુઓ વિશે. 

પૂરતી ઊંઘ ન લેવી 
સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખુબજ જરૂરી છે. ઊંઘ દરમિયાન તમારું શરીર પ્રોટીન છોડે છે જે રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે. જેને સાઇટોકાઇન્સ કહેવાય છે. જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. સંશોધન મુજબ, ઓછી ઊંઘ લેવાથી તમારું શરીર વાયરસ અને કીટાણુઓ પ્રત્યે સંવેદનશીલ બને છે. જેના કારણે લાંબા સમય સુધી સ્વસ્થ થવામાં વાર લાગે છે. 

ચિંતા થવી 
જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો તેની રોગપ્રતિકારક શક્તિ 30 મિનિટની અંદર નબળી થઈ જાય છે. 

વિટામિન D ની ઉણપ 
શિયાળાની ઋતુમાં સૂર્ય પ્રકાસથી વિટામિન D મેળવવો મુશ્કેલ છે પણ અશક્ય નથી. એક અભ્યાસ મુજબ વિટામિન D ની ઉણપ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. આ સિવાય તમે સૅલ્મોન, સારડીન, હેરિંગ અને મેકરેલ માછલી, ઈંડા, લાલ માંસ વગેરેમાંથી પણ વિટામિન ડી મેળવી શકો છો.

વાંચવા જેવું: ડાયાબિટીસના દર્દીઓ લાઇફસ્ટાઇલમાં લાવો બદલાવ, આજથી જ તમારી 'ચા'માં આ ચીજ નાખવાનું બંધ કરો

ફળ અને શાકભાજીનું સેવન ન કરવું 
ફળ અને શાકભાજી શરીરને સંક્રમણથી બચાવવા માટે સફેદ રક્તકણોનાં નિર્માણમાં મદદરૂપ થાય છે. ફળ અને શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. 

કસરત ન કરવી 
વધુ પડતાં લોકો શિયાળાની અંદર ઘરમાં આરામ કરવાનું પસંદ કરે છે. તમે કસરત નહીં કરો તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જશે. દરરોજ એરોબિક કસરત કરવાથી તમારા શરીરનું રક્ત પરિભ્રમણ સારું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ