બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / There will be no charges on UPI transactions

BIG BREAKING / ખોટી વાતોમાં આવતા નહીં, UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે: સરકારે જુઓ શું સ્પષ્ટતા કરી

Priyakant

Last Updated: 02:53 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારનું આ નિવેદન મીડિયા રિપોર્ટમાં ચાલી રહેલા સમાચારને લઈને આવ્યું છે, જેમાં 2000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1.1 ટકા હેડ ચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે

  • UPI પેમેન્ટને લઈ ફરી એકવાર મોટા સમાચાર
  • UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે: NPCI 
  • UPI દ્વારા પેમેન્ટ પર જૂની સિસ્ટમ જેવી છે તેવી જ રહેશે: NPCI

UPI પેમેન્ટને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. NCPI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, UPIનો ઉપયોગ સંપૂર્ણપણે મફત, ઝડપી અને સુરક્ષિત છે. UPI દ્વારા, ગ્રાહકો અને દુકાનદારો વતી દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે. સરકારનું આ નિવેદન મીડિયા રિપોર્ટમાં ચાલી રહેલા સમાચારને લઈને આવ્યું છે, જેમાં 2000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1.1 ટકા હેડ ચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ,UPI દ્વારા પેમેન્ટ પર જૂની સિસ્ટમ જેવી છે તેવી જ રહેશે. જૂની પેમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. 2000 રૂપિયા સુધીની ચુકવણી પર હજુ પણ કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલી ચુકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વેપારીએ પ્રીપેડ વોલેટ દ્વારા કરવામાં આવેલ UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે. તે ગ્રાહકને કોઈપણ રીતે અસર કરશે નહીં, કારણ કે તે વ્યવહારના 1% કરતા ઓછો છે.

શશું હતો સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, બુધવારે સવારે કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે Google Pay, Paytm અથવા Phone Pay દ્વારા રૂ. 2,000 થી વધુના વ્યવહારો પર સરચાર્જ લાગશે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, 1 એપ્રિલથી આ 1.1 ટકા ચાર્જ વેપારી ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે,  30 સપ્ટેમ્બર 2023 પહેલા તેની સમીક્ષા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે 70 ટકા UPI ટ્રાન્ઝેક્શન 2,000 રૂપિયાથી વધુના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ