બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There was a big revelation in the scam of RTO illegal license issuance in Gandhinagar

તપાસ / ગાંધીનગરમા RTOમાં મહાકૌભાંડ: લાયસન્સ બારોબાર ઈસ્યુ કરવાનો ખેલ ઉઘાડો પડ્યો, 3ની ધરપકડ થતાં થશે ઘટસ્ફોટ

Dinesh

Last Updated: 06:40 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar Illegal license issue : ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા ઈન્સપેકટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા તેમજ બે એજન્ટની ધરપકડ બાદ ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા મોટો ઘટસ્ફોટ થયો

  • ગાંધીનગર RTOમાં ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાનો કૌભાંડ
  • 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યાનો ઘટસ્ફોટ
  • સાયબર ક્રાઈમે 409ની કલમ ઉમેરી વધુ તપાસ શરૂ કરી

Gandhinagar Illegal license issue : ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ડોકયુમેન્ટમાં છેડછાડ કરતા સાયબર ક્રાઈમે 409ની કલમ ઉમેરી વધુ તપાસ શરૂ કરી છે. 

કૌભાંડમા મોટો ઘટસ્ફોટ 
ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા ઈન્સપેકટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા તેમજ બે એજન્ટની ધરપકડ બાદ સાયબર ક્રાઈમે શરૂ કરેલી તપાસમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેમા આરટીઓ અધિકારીઓએ સરકારી રેકોર્ડમા છેડછાડ કરીને ટેસ્ટ વગર ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કર્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. સાયબર ક્રાઈમની ટીમે સરકારી રેકોર્ડમા છેડછાડ કરવા બદલ 409ની વધુ એક કલમનો ઉમેરા કર્યો છે. સાયબરની ટીમ ગાંધીનગર RTO તપાસ અર્થે ગયા ત્યારે રેકોર્ડ પુરાવામા અધિકારીઓનુ રજીસ્ટ્રેશનમા હાજરીના પુરાવા મળ્યા નહતા. આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવીંગના વીડીયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે 200થી વધુ લોકોને ટેસ્ટ વગર લાયસન્સ આપ્યા છે અને સરકારી રેકોર્ડમા છેડછાડ પણ કરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે.

RTO અધિકારીની મિલી ભગત
લાયસન્સ કૌભાંડમા સાયબર ક્રાઇમે અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે, RTO અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. જેથી સાયબર ક્રાઈમે ગાંધીનગર આર ટી ઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા, બે એજન્ટ સહિત ચારની ધરપકડ કરી હતી. કારણ કે, પોલીસને મળેલા નવ લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇ પી એડ્રેસ આર ટી ઓની બહારના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આર ટી ઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં પણ પકડાયેલ બન્ને RTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો. આ રેકેટની તપાસ દરમ્યાન RTOમા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો છે.

200 જેટલી શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ
ગાંધીનગરમા RTO કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે 200 જેટલી શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે. આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ શરૂ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ