બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / There is going to be a big change in these rules of LIC in the new year

ફાયદાની વાત / નવા વર્ષે LICના આ નિયમોમાં થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર, રોજગારીની તકથી લઇને ગ્રાહકોને થશે આ મોટો લાભ

Arohi

Last Updated: 12:58 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICએ આ ફેરફારને લઈને સંશોધન બિલ પણ પાસ કરાવ્યું છે અને હવે તેના કમ્પોઝિટ લાયસન્સ ક્લોઝ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

  • LICએ સંશોધન બિલ પાસ કરાવ્યું 
  • કમ્પોઝિટ લાયસમ્સ ક્લોઝ પર વિચાર 
  • જાણો તેના વિશે વિગતે 

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની નવા વર્ષમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ભારતીય જીવન વીમા નિગમા આ ફેરફારને લઈને સંશોધન બિલ પણ પાસ કરવામાં આવી રહ્યું છે અને તેના કમ્પોઝિ લાઈસમસ્ ક્લોઝ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર એલાઈસીના ફેરફારથી ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. જણાવી દઈએ કે રજૂ કરેલ બીલમાં જોગવાઈ છે કે કોઈ પણ અરજી કરનાર કોઈ પણ કેટેગરીના ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે એક અથવા તેનાથી વધારે કેટેગરી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને અરજી કરી શકે છે. 

1956ને ધ્યાનમાં રાખીને વિચારણા 
જો કોઈપણ કંપની પાસે સંયુક્ત લાઇસન્સ હોય, તો આ સ્થિતિમાં તે એક જ કંપની દ્વારા જનરલ અને હેલ્થ બન્ને પ્રકારની ઈન્શ્યોરન્સ સર્વિસ લઈ શકે છે. આ માટે તેમણે અલગથી વીમો કરાવવો પડશે નહીં. એજન્સીના જણાવ્યા અનુસાર એલઆઈસી વીમા સંશોધન બિલ પસાર થવાની સ્થિતિમાં સંયુક્ત લાઇસન્સ અને વીમા સંબંધિત અન્ય તમામ મુદ્દાઓ પર જીવન વીમા નિગમ અધિનિયમ, 1956ને ધ્યાનમાં રાખીને વિચારણા કરવામાં આવશે.

કોઈ અન્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન કરવા પર પ્રતિબંધ 
ત્યાં જ રી-ઇન્શ્યોરન્સ કરનાર કંપનીઓને ઈન્શ્યોરન્સ બિઝનેસની કોઈ અન્ય શ્રેણી માટે રજીસ્ટ્રેશન કરાવવા પર પ્રતિબંધ છે. સમગ્ર લાયસન્સ હોવાથી વીમા કંપનીઓને એક જ કંપની દ્વારા સામાન્ય અને આરોગ્ય વીમા સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવશે. 

એવું માનવામાં આવે છે કે વીમા અધિનિયમ 1938 અને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 1999માં સુધારો કરવા માટે આ બિલ આ વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી શકે છે. નાણા મંત્રાલય હાલમાં વીમા કાયદામાં મોટા ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યું છે.

ગ્રાહકોને મળશે સારૂ રિટર્ન 
નાણા મંત્રાલય પોલિસીધારકોને પ્રોત્સાહન આપવા અને તેમના હિતોને ધ્યાનમાં રાખીને વીમા કાયદામાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે પોલિસીધારકોને સારું વળતર મળવા ઉપરાંત બજારમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. જે આર્થિક વૃદ્ધિને પણ વેગ આપશે. હાલમાં દેશમાં 24 જીવન વીમા કંપનીઓ અને 31 બિન-જીવન અથવા સામાન્ય વીમા કંપનીઓ કાર્યરત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ