બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Theft in the office of Mehsana MP Shardaben Patel

ક્રાઇમ / મહેસાણાના મહિલા MPની ઓફિસમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, કરી એવી ચીજવસ્તુઓની ચોરી કે તમને માનવામાં નહીં આવે

Malay

Last Updated: 12:17 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના સાસંદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

  • જિલ્લા પંચાયત સામે આવેલા સાંસદ સુવિધા કેન્દ્રમાં ચોરી
  • સાંસદની ખુરશી, પસ્તી, તમામ નળ તસ્કરો ઉઠાવી ગયા
  • પોલીસ કાફલો સાંસદની ઓફિસે પહોંચ્યો

મહેસાણા જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા લોકો હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. નાઇટ પેટ્રોલિંગના ફાંકા મારતી પોલીસનું નાક વાઢી તસ્કરો મહેસાણાના જિલ્લા પંચાયત સામે આવેલ સાંસદ શારદાબેનની ઓફિસમાં હાથફેરો કરી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે હાલ પોલીસનો કાફલો સાંસદની ઓફિસ ખાતે પહોંચ્યો છે.

ખુરશી, ફ્રીજ સહિતની વસ્તુઓની ચોરી
મળતી માહિતી અનુસાર, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતની સામે આવેલા સાંસદ સુવિધા કેન્દ્રમાં ચોરી થઈ છે. તસ્કરો 25 પ્લાસ્ટિક ખુરશી, ફ્રીજ, બે એસીના ઈન્ડોર, પસ્તી સહિત તમામ નળ ઉઠાવીને પલાયન થઈ જતાં હડકંપ મચી ગયો છે. 

પોલીસે હાથ ધરી તપાસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહેસાણાના સાંસદ શારદાબેનની ઓફિસમાં આ સતત બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે. અગાઉ થયેલી ચોરીમાં સાંસદે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો સાંસદની ઓફિસ ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉમતા ગામે ચોરોએ બે મકાનને બનાવ્યા હતા નિશાન  
આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા વિસનગર તાલુકાના ઉમતા ગામે ચોરોએ બે મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં ઉમતા ગામે બે મકાનમાંથી ચોરો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીનો બનાવ બનતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

ગાડીની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો તસ્કર
થોડા દિવસ અગાઉ રાધનપુર રોડ પર આવેલ ન્યૂ સન્ની મોટર્સ ગેરેજના શટરનું તાળું તોડી ગેરેજમાંથી ચાવી લઈ ગાડીની ચોરી કરી ચોર રફુચક્કર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ ગેરેજ માલિકની ફરિયાદના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે ગણતરીની કલાકમાં જ નુગર પાસેથી ચોરીની ગાડી સાથે તસ્કરને દબોચી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ