બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / The tradition of naming hurricanes and cyclones has continued since 1953

જાણવા જેવું / 55 વર્ષમાં સવાસો વાવાઝોડા ત્રાટક્યા, હવે બિપોરજોય.. ચક્રાવત ના નામ માટે થાય છે સમજૂતી કરાર, રસપ્રદ માહિતી જાણવા જેવી

Dinesh

Last Updated: 07:31 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડા સ્થાનિક સમિતિ વાર્ષિક અથવા દ્વી વાર્ષિક બેઠકમાં વાવાઝોડાના નામ નક્કી કરતી હોય છે અત્યારે આવી પાંચ ઉષ્ણ કટિબંધીય સમિતિ કાર્યરત પણ છે

  • વાવાઝોડા અને ચક્રાવતના નામ આપવાની પરંપરા 1953થી ચાલુ છે
  • પાકિસ્તાને નીલોફર, બુલબુલ, તિતલી જવા નામ આપ્યા છે
  • 2021ના વર્ષનું પ્રથમ વાવાઝોડું 17 મેની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું

ભારતમાં સરેરાશ દર વર્ષે હવે એક વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે સમુદ્ર માર્ગે ચકરાવત ઉત્પન્ન થઈ ભારતમાં કે ગુજરાતમાં દરિયાકિનારા વિસ્તારમાં લેન્ડફોલ થતું હોય છે પરંતુ વાવાઝોડાના નામ પણ ઘણી વખત એવા હોય છે કે જીભના લોચા વળી જતા હોય છે છેલ્લા 50 વર્ષની વાત કરીએ તો સૌથી વધુ વાવાઝોડા દસ્તક દઈ જતા રહ્યા છે. જોકે અમુક વાવાઝોડાએ તબાહી મચાવી છે તો અમુક ભારે પવન અને વરસાદ આપી જતા રહ્યા છે. વાવાઝોડા પાછળ જે નામ રાખવામાં આવે છે તે પણ એક રસપ્રદ હોય છે અને ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ચક્રાવતના નામ એક સમજૂતી કરાર હેઠળ રાખવામાં આવે છે.

કોણ છે વાવઝોડાંના ફોઈબા! કેવી રીતે પડે છે ચક્રવાતના નામ! 'મહા' નામ કોણે  રાખ્યુ | How Cyclone Maha got its name in India World

અમેરિકામાં દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે
આ પહેલ 1953માં એક સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઈ હતી એટલાન્ટિક ક્ષેત્રમાં વાવાઝોડા અને ચક્રાવતના નામ આપવાની પરંપરા 1953થી ચાલુ છે. આના માટે કમિટી પણ રચવામાં આવે છે ઓસ્ટ્રેલિયામાં તો ભ્રષ્ટ નેતાઓના નામ પરથી વાવાઝોડાના નામ નક્કી થયા હતા તો વાવાઝોડાની ગતિ વધારે હોય તો તેને વિશેષ નામ આપવામાં આવે છે 2000માં ચક્રવતની તોફાનોને નામ આપવાનું શરૂ ભારતમાં થયું હતું. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન અને એશિયા અને પેસિફિક માટે યુનાઇટેડ નેશનલ ઇકોનોમિક્સ અને સોશિયલ કમિશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાનું નામકરણ ભારતના મોસમ વિભાગ કરે છે ભારતે અગ્નિ વીજળી મેઘ સાગર આકાશ જેવા નામો આપ્યા છે પાકિસ્તાને નીલોફર, બુલબુલ, તિતલી જવા નામ આપ્યા છે આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે ઉષ્ણ કટિબંધીય ચકરાવતના વિસ્તારોના આધારે નામકરણ કરવા માટે ચોક્કસ પદ્ધતિ બનાવવામાં આવી છે. વાવાઝોડા સ્થાનિક સમિતિ વાર્ષિક અથવા દ્વી વાર્ષિક બેઠકમાં વાવાઝોડાના નામ નક્કી કરતી હોય છે અત્યારે આવી પાંચ ઉષ્ણ કટિબંધીય સમિતિ કાર્યરત પણ છે અમેરિકામાં સ્ત્રીઓના નામ જેમકે કેટરીના ઇરમાં નામ રખાતા હતા પરંતુ 1979 બાદ એક પુરુષ અને એક સ્ત્રીનું નામ રાખવામાં આવે છે ઓડ ઇવન પ્રથા મુજબ નામ રાખવામાં આવી રહ્યા છે. અમેરિકામાં દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે.

ભારતીય હવામાન વિભાગે ભારતીય મહાસાગરના ઉત્તરમાં આવનારા તોફાનના નામનું લિસ્ટ  જાહેર કર્યું | now arnab is the name of cyclone imd list names of tropical  cyclone over north indian ...

ચોક્કસ નામ રાખવા પાછળનું આ છે કારણ
ચોક્કસ નામ એટલા માટે આપવામાં આવે છે કે, આગાહી અને ચેતવણી આપનાર હવામાન વિભાગ સામાન્ય લોકોને વાવાઝોડાંની જાણકારી આપી શકે ચક્રવત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે ગતિ કેટલી છે લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવું જો કોઈ ચક્રાવત ને નામ આપવામાં ન આવે તો સામાન્ય લોકો તે જાણી શકશે નહીં જેથી ચક્રવતના નામ સાથે આગાહી કરવામાં આવતી હોય છે જેના માટે ચોક્કસ નામ આપવામાં આવતું હોય છે જેને લઇ સામાન્ય પ્રજા સમજી શકે. કોરોના સમયમાં ગુજરાતમાં આવેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન પણ કર્યુ છે. અરબી સમુદ્રમાંથી પેદા થયેલું 2021ના વર્ષનું પ્રથમ વાવાઝોડું 17 મેની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું.

કોણ છે વાવઝોડાંના ફોઈબા! કેવી રીતે પડે છે ચક્રવાતના નામ! 'મહા' નામ કોણે  રાખ્યુ | How Cyclone Maha got its name in India World

તાઉ-તે જે લક્ષદ્રીપ પાસેથી ઉદભવ્યું હતું
18 વર્ષમાં સૌથી વધુ 7 વાવાઝોડા ત્રાટકયા હતા. 6 ઓકટોબર 2018ના રોજ તિતલી વાવાઝોડાની અસરથી ઓડિશામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા. ત્યાર પછી 10 નવેમ્બરના રોજ ગાજા વાવાઝોડુ  53 લોકોને ભરખી ગયું હતું. 13 ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાન ફેથાઇએ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં ભારે નુકસાન કર્યુ હતું. ભારતનો પશ્ચિમ કાંઠો વાવાઝોડા ઉદ્ભવવાની બાબતે પ્રમાણમાં શાંત ગણાય છે પરંતુ આ વખતે ૫ દિવસ પહેલા સિઝનનું પ્રથમ વાવાઝોડુ તાઉ-તે જે લક્ષદ્રીપ પાસેથી ઉદભવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ