બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The temple of Lord Shyam Sundar and Mata Rukshmani is becoming a center of faith in the middle of the Gir forest of Gir Somnath.

દેવ દર્શન / ભગવાનને શ્રાપ આપી વૃંદાએ કર્યો હતો દેહત્યાગ! જાણો કેવી રીતે બન્યું તુલસીશ્યામ, કુંડમાં સ્નાનથી આ રોગ થાય છે દૂર

Dinesh

Last Updated: 04:00 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ગીર સોમનાથ જિલ્લાના મધ્ય ગીરના ગીચ જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર આસ્થાનુ કેન્દ્ર બની રહ્યું છે

  • મધ્ય ગીરના જંગલની વચ્ચે તુલસી શ્યામ મંદિર 
  • ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર આસ્થાનુ કેન્દ્ર 
  • માતા રુક્ષ્મણી પહાડી પર બિરાજમાન 


ભારત દેશ વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારધારાથી ભરેલો દેશ છે. વિજ્ઞાનની સાથે આધ્યાત્મ વિજ્ઞાન પણ લોકોના હૃદયમાં વસેલું છે. ભારતીય વેદ,પુરાણ અને સંહિતાઓમાં અધ્યાત્મની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના-ધોકડવા નજીક આવેલું તુલસી શ્યામ પણ આવુ જ એક સ્થળ છે. મધ્ય ગીરના ગીચ જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર આસ્થાનુ કેન્દ્ર બની રહ્યું છે. આદિ અનાદિકાળથી ભગવાન શ્રીહરી શ્યામ સુંદર દેવ તરીકે દર્શન આપી રહ્યા છે. બીજી તરફ માતા રુક્ષ્મણી નજીકની પહાડી પર બિરાજમાન થયા છે. જેના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. 

ઉત્તમ ભક્તિને કારણે મહાદેવ સમાન શક્તિ 
તુલસી શ્યામ મંદિર મધ્ય ગીરની વચ્ચે હોવાથી સિંહ અને દીપડાની પણ સતત હાજરી હોય છે. મંદિરમાં દર્શન માટે આવતા પ્રત્યેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. તુલસીશ્યામ યાત્રાધામનો ઈતિહાસ ખૂબ જૂનો છે. સ્કન્ધ પુરાણ મુજબ જલંધર નામનો રાક્ષસ અતિ ભક્તિવાન અને મહાદેવનો પરમ ઉપાસક હતો. જલંધરની ઉત્તમ ભક્તિને કારણે તેને મહાદેવ સમાન શક્તિ પ્રાપ્ત થઈ હતી. જેનો દુરુપયોગ કરી તે દેવોને પીડા આપતો હતો. એટલે દેવોએ ભગવાન વિષ્ણુને જલંધર નામના રાક્ષસથી બચાવવા પ્રાર્થના કરી.

જલંધરની પતિવ્રતા પત્નિ વૃંદાની પવિત્રતા અને શક્તિને કારણે તેના પતિ જલંધરને કોઈ જ શક્તિ નુકશાન પહોંચાડી શકતી નહોતી, જો જલંધરની પત્ની વૃંદાની શક્તિ ઘટે અને તેનું પતિવ્રતાનું વ્રત તૂટે તો જ જલંધરનો નાશ શક્ય હતો. એટલે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે પહોંચતા વૃંદાના વ્રતનો ભંગ થયો અને જલંધરનું મૃત્યુ થયુ એટલે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દેહ ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપનો સહજ સ્વીકાર કર્યો, બીજા જન્મે તુલસી સ્વરૂપે વૃંદા,શ્યામ સ્વરુપે ભગવાન વિષ્ણુ આ સ્થળે આવ્યા અને તુલસી શ્યામના વિવાહ યોજાયા એટલે જ આ સ્થળ તુલસીશ્યામ.

કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થવાની ધાર્મિક માન્યતા
તુલસી શ્યામ મંદિરમાં તુલસી વિવાહના દિવસે ખૂબ મોટો ધાર્મિક પ્રસંગ આયોજિત થાય છે. જેમાં  ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણી પ્રત્યે આસ્થા ધરાવનાર ભક્તો હાજર રહે છે. તુલસી વિવાહના પ્રસંગને માણવા માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે જેને કારણે પણ તુલસીશ્યામમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર અને માતા રુક્ષ્મણી ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર આદિ અનાદિ કાળથી બનતા રહ્યા છે. 

વાંચવા જેવું: ગુજરાતના આ ગામમાં 1150 વર્ષ પહેલા પ્રગટ થયા હતા ખોડિયાર માતાજી: આજે પણ ચોખા જેટલું વધે છે ત્રિશુળ, દુકાળમાં પણ નથી સુકાતું જળ

મધ્ય ગીરમાં તુલસીશ્યામ ખાતે અનેક સદીઓથી ગરમ પાણીના કુંડ આવેલા છે. જે લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે. કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની લોકોની ધાર્મિક માન્યતાને કારણે પણ અહીં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવાની સાથે લોકો ચામડીના રોગોમાંથી મુક્ત થવા માટે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરતા હોય છે. ધાર્મિક આસ્થા  સાથે જોડાયેલું તીર્થક્ષેત્ર એટલે તુલસીશ્યામ. અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે પર્વત પર માતા રુક્ષ્મણી બિરાજમાન થયા છે તેની બિલકુલ વચ્ચે ગરમ પાણીના કુંડ જોવા મળે છે. તુલસીશ્યામ આવતા પ્રત્યેક વ્યક્તિ માટે કુંડ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ