બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / વિશ્વ / The students were sent by rogue agents to Canada with the help of fake visas

કૌભાંડ / લાખો રૂપિયા 'ખવડાવીને' કેનેડા ગયેલા 700 લોકો ફસાયા: કેટલાકને વર્ક પરમિટ મળી, PR માટે એપ્લાય કર્યું, હવે સરકારે આપ્યો આ આદેશ

Priyakant

Last Updated: 03:17 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતા ઠગ એજન્ટોએ તેને નકલી વિઝાની મદદથી કેનેડા મોકલી દીધા અને હવે.......

  • કેનેડામાં 700 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું
  • વિદ્યાર્થીઓને ઠગ એજન્ટોએ તેને નકલી વિઝાની મદદથી કેનેડા મોકલી દીધા
  • 2018-19માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ગયા હતા કેનેડા 

કેનેડામાં 700 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. વાત જાણે એમ છે કે, આ વિદ્યાર્થીઓને કેનેડાથી ભારત મોકલવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતા ઠગ એજન્ટોએ તેને નકલી વિઝાની મદદથી કેનેડા મોકલી દીધા હતા. આ વિદ્યાર્થીઓએ જલંધરમાં સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ સેન્ટરમાં તેમના વિઝા માટે અરજી કરી હતી. તેનું નેતૃત્વ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. 

આ ઘટનાની વિગતો જોઈએ તો બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિએ કેનેડાની પ્રખ્યાત હમ્બર કોલેજમાં પ્રવેશ ફી સહિત તમામ ખર્ચ માટે વિદ્યાર્થી દીઠ 20 લાખ રૂપિયા વસૂલ્યા હતા. એર ટિકિટ અને તેની સુરક્ષા માટે અલગથી રકમ હતી. હવે જ્યારે કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) દ્વારા નકલી વિઝા ધરાવતા 700 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, ત્યારે એજન્સીએ તેમને ભારત પાછા ફરવા માટેનો પત્ર જારી કર્યો હોવાનું એક મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે. 

2018-19માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ગયા હતા કેનેડા 
નોંધનીય છે કે, આ વિદ્યાર્થીઓ 2018-19માં અભ્યાસ માટે કેનેડા ગયા હતા. આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી (PR) માટે અરજી કરી. જેના માટે 'એડમિશન ઑફર લેટર્સ' ચકાસણી હેઠળ આવ્યા હતા, એટલે કે CBSA એ દસ્તાવેજો તપાસ્યા જેના આધારે વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓના ઑફર લેટર્સ નકલી હતા.

શું કહ્યું તપાસકર્તાએ ? 
સમગ્ર મામલે તપાસકર્તાઓએ જણાવ્યું કે, આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, વર્ક પરમિટ અને કામનો અનુભવ મેળવ્યો છે. જ્યારે બાળકોએ પીઆર માટે અરજી કરી, ત્યારે જ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. કેનેડામાં આ શિક્ષણ છેતરપિંડી પ્રથમ વખત સામે આવી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે,આટલી મોટી સંખ્યામાં છેતરપિંડી એટલા માટે થઈ છે કારણ કે કેનેડામાં મોટી સંખ્યામાં લોકો અરજી કરે છે.

શું કહેવું છે વિદ્યાર્થીઓનું ? 
આ મામલામાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે કારણ કે એજન્ટોએ તે ખૂબ જ હોશિયારીથી કર્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એજન્ટો દ્વારા તેમની ફી પરત કરવામાં આવી હતી જેના કારણે તેઓએ અન્ય કેટલીક કોલેજોમાં પ્રવેશ લીધો હતો. ફીના રિફંડને કારણે તે ઓછી શંકાસ્પદ બન્યું હતું. જલંધરના એક માર્ગદર્શક જે છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓને કેનેડા મોકલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની છેતરપિંડી કોલેજો પાસેથી નકલી ઑફર લેટર્સ મેળવવાથી લઈને વિઝા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને નકલી ફી ચુકવણીની રસીદ આપવા સુધીના અનેક પરિબળોનો સમાવેશ કરે છે કારણ કે કૉલેજ ફી સબમિશન પછી જ વિઝા ઈશ્યુ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ