બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state government will soon release the police recruitment

ગવર્મેન્ટ જોબ / રનિંગની તૈયારી શરૂ કરી દેજો! ગુજરાત પોલીસમાં આવશે મોટી ભરતી, સરકારે આટલી જગ્યા માટે કોર્ટમાં કર્યું એફિડેવિટ

Vishal Khamar

Last Updated: 04:01 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પોલીસ ભરતી માટેના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે.

  • ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ
  • રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે
  • 12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વાર એફિડેવિટ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે. 12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે. 

ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ માં વિવિધ 23416 જગ્યા ખાલી હોવાનો સરકાર દ્વારા ખુલાસો કર્યો હતો. પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી કરવા આદેશ કર્યો હતો. 

વધુ વાંચોઃ RTIના નામે તોડબાજી કરનારા શખ્સો સાવધાન! તમામ મંત્રીઓને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મહત્વનો આદેશ

12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે
આ સમગ્ર મામલે હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં 12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Police Recruitment Police Recruitment 2024 gujarat high court એફીડેવિટ ગુજરાત પોલીસ ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતી પોલીસ ભરતી 2024 gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ