બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / The shop owner issued 38 dummy SIM cards using employee photographs

અમદાવાદ / નોંધણી કોઈના નામે અને વાપરે કોઈ!, કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી દુકાનના માલિકે 38 ડમી સિમકાર્ડ ઈશ્યૂ કર્યા, ચેતજો

Kishor

Last Updated: 11:30 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બે શખ્સે રૂપિયા કમાવવાની લાલચે તેના જ કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૩૮ ડમી સિમકાર્ડ બનાવી દીધાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

  • ડમી સિમની બોલબાલાઃ નોંધણી કોઈના નામે અને વાપરે કોઈ!
  • કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી દુકાનના માલિકે 38 ડમી સિમકાર્ડ ઈશ્યૂ કર્યા
  • ATSએ આપેલા રિપોર્ટના આધારે તપાસ શરૂ

અમદાવાદ સહિત દેશભરમાં આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની મોડસ ઓપરેન્ડી પકડાયા પછી ડમી સિમકાર્ડનો ઉપયોગ ટાળવા માટે અનેક કાયદા સુધારવામાં આવ્યા છે, પણ, બદલાયેલા કાયદામાંથી છીંડાં શોધી ડમી સિમકાર્ડનાં વેચાણ અને ઉપયોગ કરવાના ગોરખધંધા બેરોકટોક ચાલી રહ્યા છે. ગુજરાત એટીએસની ટીમે ડમી સિમકાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે. જેના આધારે ગઇ કાલે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બંને શખ્સે રૂપિયા કમાવવાની લાલચે તેના જ કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૩૮ ડમી સિમકાર્ડ બનાવી દીધાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે  કોઈ દિવસ તકલીફ | how many sim cards on you aadhaar card

ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર
બોગસ કોલ સેન્ટર, ક્રિકેટ સટ્ટો, ખંડણી, ધમકી જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાને રોકવા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સિમકાર્ડ વેચનાર લોકો પર તવાઇ બોલાવી રહી છે. ગુજરાત એટીએસએ કેટલાક શંકાસ્પદ નંબર અમદાવાદ એસઓજીની ટીમને આપ્યા હતા. જેના આધારે ગઇ કાલે એસઓજીની ટીમે મણિનગરની માહી એન્ટરપ્રાઇઝ નામના કર્મચારી તેમજ માલિક વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. એટીએસએ સિમકાર્ડ અંગેના ઇનપુટ એસઓજી કચેરીને આપ્યા હતા જેમાં સિમકાર્ડ વેચતા પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) ડીટેઇલ આપી હતી. સિમકાર્ડ વેચતા પીઓએસ અલગ અલગ વ્યકિતનાં નામે સિમકાર્ડ એક્ટિવ કરવા સીએએફ (કોમન એપ્લિકેશન ફોર્મ) વિગતો ભરતા હતા. સિમકાર્ડ વેચતા લોકો ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેની વિગતો સીએએફમાં ભરતા હતા અને બાદમાં તેમના કર્મચારીનો ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સિમકાર્ડ ખરીદી લેતા હતા. 

હવે વ્યાજખોરોની ખેર નહિ! અમદાવાદ પોલીસ કમિશનરે લીધો મોટો નિર્ણય, 31  જાન્યુઆરી સુધી થશે આ કાર્યવાહી | Ahmedabad Police Commissioner has taken a  big decision


માહિતીના આધારે એસઓજીની ટીમે દામીલીમડા વિસ્તારમાં આવેલા ચામુંડાકૃપા નિવાસમાં રહેતા અંકિત પરમારની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. અંકિતના ફોટોગ્રાફ્સના અધારે અલગ અલગ નામે સિમકાર્ડ ઇશ્યૂ થઇ ગયાં હતાં. એસઓજીએ અંકિત સમક્ષ હકીકત રજૂ કરી ત્યારે તે પણ ચોંકી ગયો હતો અને બાદમાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. અંકિત વર્ષ ૨૦૧૮માં મણિનગર ક્રોસિંગ પાસે આવેલી માહી એન્ટરપ્રાઇઝ નામના એરટેલના સ્ટોરમાં કોલર તરીકે નોકરી કરતો હતો. અંકિતનું કામ ગ્રાહકોને ફોન કરીને પોસ્ટપેડ કાર્ડ લેવા માટે સમજાવવાનું હતું. માહી એન્ટરપ્રાઇઝના માલિક રાહુલ ગજ્જર છે. જે પહેલાં જશોદાનગર અને હાલ યુકેમાં રહે છે. સેલેરી ઓછી પડતા અંકિતે વર્ષ ૨૦૨૧માં નોકરી છોડી દીધી હતી જ્યારે છેલ્લાં બે વર્ષથી માહી એન્ટરપ્રાઇઝ બંધ થઇ ગઇ છે. 

ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી સિમકાર્ડ ખરીદી લેતા
અંકિતની ઉપર જૈમિન ઠક્કર હતા. જે આખા સ્ટોરના ઇન્ચાર્જ હતા જ્યારે રાહુલ ફિલ્ડમાં કામ કરતો હતો. રાહુલ ગ્રાહકનો સંપર્ક કરીને સિમકાર્ડ અપાવતાે હતાે. રાહુલ ઘણી વખત અંકિતનો ફોટોગ્રાફ્સ પાડતો હતો. જેથી આ મામલે અંકિતે રાહુલને પૂછતાં તે જણાવતો કે કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરવા માટે ફોટોગ્રાફ્સ પાડી રહ્યો છે. અંકિતના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને રાહુલ અને જૈમિને ૩૮ ડમી સિમકાર્ડ ઈશ્યૂ કરી લીધાં હતાં. માહી એન્ટરપ્રાઇઝ સ્ટોરમાં જે ગ્રાહક પોતાનાં આધારકાર્ડ તેમજ ડોક્યુમેન્ટ આપીને સિમકાર્ડ ખરીદતા હતા ત્યારે રાહુલ અને જૈમિન તે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી સિમકાર્ડ ખરીદી લેતા હતા અને બાદમાં તેને ઊંચા ભાવે વેચી દેતા હતા. કોમન એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકની ડીટેઇલ ભરતા હતા અને ફોટોગ્રાફ્સમાં અંકિતનો ફોટો અપલોડ કરતા હતા. ફોર્મ ભરાઇ ગયા બાદ ડમી સિમકાર્ડ લઇ લેતા હતા. બંને શાતિરોએ ભેગા થઇને અંકિતના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને કુલ ૩૮ સિમકાર્ડ ખરીદી લીધાં હતાં. એસઓજીએ પાકી માહિતીના આધારે જૈમિન અને રાહુલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 


હજુ સિમકાર્ડ વેચતા અન્ય લોકો વિરુદ્ધ પણ ગુના દાખલ થશે
એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું છે કે એટીએસની ટીમે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને સિમકાર્ડ વેચનાર લોકોની માહિતી આપી છે. જેના આધારે ચારથી વધુ ગુના દાખલ થાય તેવી શક્યતા છે. બુટલેગર, કોલસેન્ટર તેમજ ગુનાખોરીની પ્રવૃત્તિને અંજામ આપવા માટે ડમી સિમકાર્ડના ગોરખધંધા ઘણા સમયથી ચાલી રહ્યા છે. ગુનેગારો સૌથી વધુ ડમી નંબરનો ઉપયોગ કરે છે કોઈ ગુનો બને એટલે પોલીસની તપાસમાં મોબાઈલ નંબર ટોચ ઉપર રહે છે. જેની માનસિકતા જ ગુનાખોરીની હોય છે તેવા બુકીઓ, બુટલેગર અને અમુક પોલીસ અિધકારી અને કર્મચારી પણ બીજાનાં નામનાં સિમકાર્ડનો ઉપયોગ કરે છે. મોબાઈલ કોલિંગમાં પોતાની ઓળખ છતી ન થાય તે માટે બીજાનાં નામના સિમકાર્ડનો ઉપયોગ કરવાની ફેશન બની 
ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ