બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / The series of meetings started by the Congress regarding the Lok Sabha elections
Last Updated: 11:59 AM, 6 February 2024
ADVERTISEMENT
લોકસભા 2024 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ નામ જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે. ભાજપ દ્વારા 26 લોકસભા સીટો પર તો કાર્યાલયો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ મીટીંગોનો દોર શરૂ થયો છે. હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT
લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈને થશે ચર્ચા
માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્લીમાં મંથન થશે. 9 ફેબ્રુઆરીએ દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની સ્કિનિંગ કમિટીની બેઠક મળશે. બેઠકમાં સ્કિનિંગ કમિટીના સભ્યો, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતા હાજર રહેશે. તેમજ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈ ચર્ચા થશે.
વધુ વાંચોઃ સુરતમાં શ્વાનનો આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી
ADVERTISEMENT
આપના ઉમેદવાર દ્વારા થોડા સમય પહેલા જ પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું
થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવેલા કેઝરીવાલે આગામી લોકસભાની ચૂ્ંટણી 2024 ને લઈ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યાં હાજર રહેલ લોકોએ આનંદની લાગણી સાથે આ નિર્ણયને વધાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.