બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / The secret of the red thread on the hand of Sakshi's killer Sahil? The angle of love jihad came

દિલ્હી / સાક્ષીના હત્યારા સાહિલના હાથના લાલ દોરાનું રહસ્ય? એક તસવીરથી સળવળ્યું ઈન્ટરનેટ, આવ્યો લવ જેહાદનો એંગલ

Priyakant

Last Updated: 05:11 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Sakshi Murder Case News: સાક્ષીની જાહેરમાં હત્યા કરનારા સાહિલની ધરપકડ દરમિયાનજૂની તસવીર વાયરલ, સાહિલના હાથમાં નાડાસળી બાંધેલી જોવા મળતા ઇન્ટરનેટમાં ચર્ચાઓ શરૂ, ભાજપે કહ્યું લવ જેહાદ

  • દિલ્હીમાં યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યા 
  • સાક્ષીના હત્યારા સાહિલના હાથમાં નાડાસળી જોવા મળી 
  • સોશિયલ મીડીયામાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો 
  • ભાજપે દિલ્હી મર્ડર કેસને ગણાવ્યું લવ જેહાદ 

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, શાહિલ નામના વ્યક્તિ દ્વારા 16 વર્ષની સગીર છોકરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જોકે બાદમાં હવે દિલ્હી પોલીસે સાહિલની યુપીના બુલંદશહરથી ધરપકડ કરી છે. સાહિલની ધરપકડ દરમિયાન એક જૂની તસવીર સામે આવી છે, જેમાં સાહિલના હાથમાં નાડાસળી બાંધેલી જોવા મળે છે. આ તસવીર સામે આવ્યા બાદ આ મામલાને લવ જેહાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. BJP નેતા કપિલ મિશ્રાએ આ ઘૃણાસ્પદ હત્યાને લવ જેહાદ સાથે જોડીને કહ્યું કે, દરેક ગલીમાં કેરળની સ્ટોરી બનાવવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો ? 
નવી દિલ્હીમાં સગીરની હત્યાના સનસનાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા હતા. રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ નામના વ્યક્તિએ 16 વર્ષની સાક્ષીની છરી અને પથ્થરો વડે હત્યા કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે તે છોકરીને રસ્તામાં રોકે છે અને તેના પર ચાકુ વડે હુમલો કરે છે. આ મામલો દિલ્હીના ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જાણવા મળ્યું કે સગીર છોકરી શેરીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને તેના પર છરી વડે હુમલો કર્યો. તેનાથી પણ તેને સંતોષ ન થયો તો આરોપીઓએ તેના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. 

ભાજપે કહ્યું લવ જેહાદનો મામલો
BJP નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ લવ જેહાદનો મામલો તેમણે કહ્યું, 'આ મોહમ્મદ સાહિલનો પુત્ર સરફરાઝ છે. આ રાક્ષસે દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ સાહિલના હાથમાં નાડાસળી કેવી રીતે છે? આ લવ જેહાદ છે. આ દીકરીઓ પર સુયોજિત હુમલો છે. કોણ છે સાહિલનું માસ્ટર માઈન્ડ? અગાઉ કપિલ મિશ્રાએ આ ઘટનાને કેરળની વાર્તા ગણાવી હતી. તેણે કહ્યું હતું કે 'ગલી-ગલી કેટલી કેરળ સ્ટોરી, કેટલી ? ક્યાં સુધી દીકરીઓની આ રીતે બેરહેમીથી હત્યા થતી રહેશે?' બીજેપી નેતાએ કહ્યું કે, દિલ્હીમાં શ્રદ્ધા સાથે પણ આવું જ થયું, તેના હત્યારાને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી.

લોકો ટ્વિટર ઉપર આપી પ્રતિક્રિયાઓ 
ભાજપે આ ઘટનાને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે, સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાક્ષી નામના યુઝરે ટ્વિટર પર લખ્યું, 'શ્રદ્ધા-સાક્ષી અને ન જાણે કેટલી છોકરીઓ દરરોજ લવ જેહાદ અને નફરતનો શિકાર બની રહી છે, જો તમારી બહેન કે પુત્રી પર આટલો બર્બર હુમલો થયો હોત તો શું આ લોકો આ રીતે ચાલશે?  જાનવર માત્ર ત નહીં બધા જ છે. આવા લોકોનો સીધું એન્કાઉન્ટર થવું જોઈએ.

મયંક જોહરી નામના યુઝરે લખ્યું, 'દિલ્હીમાં 16 વર્ષની સાક્ષીની હત્યા, આરોપીની ઓળખ સાહિલના પુત્ર સરફરાઝ તરીકે થઈ હતી. આ લવ જેહાદ નથી તો શું છે? આ કેરળ સ્ટોરી છે... અને દિલ્હીના લોકો મૂક પ્રેક્ષક બની રહ્યા છે. પોલીસ દરેક ગલીમાં ન હોઈ શકે, તમે પોતે જ જવાબદાર બનો. વિકાસ શર્મા નામના અન્ય યુઝરે ગૃહમંત્રી અમિત શાહને આ બાબતે સંજ્ઞાન લેવાની અપીલ કરી અને કહ્યું, 'બહેનો સાવધાન રહો, જાનવરો શાલીનતાનો ઝભ્ભો પહેરીને ફરતા હોય છે. કલવો પહેરીને લવ જેહાદ કરવાનો તેમનો એજન્ડા ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગૌતમ ગંભીરે પણ આપ્યું મોટું નિવેદન 
આ તરફ સમગ્ર મામલે BJP સાંસદ ગૌતમ ગંભીરે પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે. ઘટનાનો સીસીટીવી વિડિયો જોઈને મૂક પ્રેક્ષક બનેલા લોકો પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, જો તેમની બહેન કે પુત્રી પર આટલો બર્બર હુમલો થયો હોય તો પણ શું આ લોકો આમ જ ચાલશે?" પ્રાણીઓ માત્ર તેઓ નથી, તે બધા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના રેખા શર્માએ શું કહ્યું ? 
સમગ્ર મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના રેખા શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, એક અભણ વ્યક્તિ પણ એટલો ક્રૂર ન હોઈ શકે કે કોઈને આટલી નિર્દયતાથી મારી નાખે. સમાજની વિચારસરણીમાં ઘણી ઉણપ છે, તેના પર કામ કરવાની જરૂર છે. તે જે રીતે સામાજિક વાતાવરણમાં ઉછર્યો હતો, તે જ રીતે તેની વિચારસરણી પણ હતી. આજના સમાજની સ્થિતિ વિચારપ્રેરક છે, પરિવારોએ વિચારવું જોઈએ કે તેમના છોકરાઓને કેવી રીતે ઉછેરવા જેથી તેઓ કોઈની હત્યા ન કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ