બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The second round of Mavtha will start today in Gujarat! Know in which districts rain alert has been given
Priyakant
Last Updated: 11:21 AM, 2 December 2023
ADVERTISEMENT
Gujarat Rain Forecast : રાજ્યમાં માવઠા બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ADVERTISEMENT
આજે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની અસર જોવા મળશે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો અનેક છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી. પરંતું એકાદ જીલ્લા જેમ કે, દાહોદ, પંચમહાલ, ખેડામાં આજે વરસાદ થઈ શકે છે. જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 1, 2023
આગામી દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે
અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.