બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / The second part of the film 'The Kashmir Files' is coming soon, film director Vivek Agnihotri gave an update

મનોરંજન / જલ્દી જ આવવા જઈ રહ્યો છે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો બીજો ભાગ, ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જુઓ શું આપ્યા સંકેત

Megha

Last Updated: 02:42 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહેલ લોકો માટે ખુશખબર, જલ્દી જ આવવા જઈ રહ્યો છે બીજો ભાગ.

  • ધ કાશ્મીર ફાઇલ્સનો બીજો ભાગ જલ્દી જ આવવા જઈ રહ્યો છે
  • ફિલ્મના બીજા ભાગને લઈને ફિલ્મના ડાયરેક્ટરે કહી આ વાત 
  • વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટનો જવાબ આપતા લખ્યું કઇંક આવું 

આ વર્ષે આવેલ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) હજુ પણ લોકોના દીલ પર રાજ કરી રહી છે. કાશ્મીરી પંડિતનો દર્દ જોઈને લોકો થિયેટરમાં રડવા લાગ્યા હતા. ઓછા બજેટની આ ફિલ્મે વોંકસ ઓફિસ પર સારી લમની કરી હતી અને લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. જે લોકોએ પણ આ ફિલ્મ જોઈ છે એ લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. જે લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે એમને માટે અમે ખુશખબર લઈને આવ્યા છીએ. ધ કાશ્મીર ફાઇલ્સનો બીજો ભાગ જલ્દી જ આવવા જઈ રહ્યો છે. ફિલ્મના બીજા ભાગને લઈને ફિલ્મના ડાયરેક્ટરે જ જણાવ્યું છે. 

લોકો જોઈ રહ્યા છે રાહ 
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને લગભગ 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 340 કરોડની કમાણી કરી હતી. જાણવી દઈએ કે આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની બતાવવામાં આવી હતી અને એ કહાનીએ બધાને હચમચાવી દીધા હતા, ફિલ્મ રિલીઝ થઈ એ પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે આ ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે?

એક યુઝરે શેર કર્યો વિડીયો 
હાલમાં જ એક યુઝરે કાશ્મીરી પંડિતો પર અત્યારે પણ થતાં અત્યાચારનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા થઈ રહી છે પણ ખુદને હિન્દુ ઠેકેદાર ગણાવતી સરકાર ઊંઘી ગઈ છે. લગાતાર થતી હત્યાઓ, અત્યાચારોથી એમને કોઈ ફરક નથી પડતો. હાલાત ખૂબ જ ખરાબ છે. કાશ્મીરી પંડિતો ફરી એ 90ના દશક વાળા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

આવતા વર્ષે રિલીઝ થશે ફિલ્મનો બીજો ભાગ 
આ ટ્વીટને રીટ્વીટ કરતા લોકોએ વિવેક અગ્નિહોત્રીને ટેગ કરીને પૂછ્યું હતું કે 'શું વિવેક અગ્નિહોત્રી આના પર કાશ્મીર ફાઇલ બનાવી શકશે?' વિવેક અગ્નિહોત્રીએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે- હા, કામ ચાલુ છે. 2023 ના મધ્ય સુધી રાહ જુઓ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ