બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / Cricket / The schedule of T20 World Cup has been announced, but there is no stadium for IND vs PAK match, see Viral Video

T20 World Cup 2024 / T20 વર્લ્ડકપનું શેડ્યૂલ તો જાહેર થઇ ગયું, પરંતુ IND vs PAK મેચના સ્ટેડિયમને લઇ હજુ અસમંજસ, જુઓ Viral Video

Megha

Last Updated: 09:23 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારત vs પાકિસ્તાન મેચ રમાશે પણ જો કોઈ હાલ ગુગલ કરે કે આ મેચ ક્યાં રમાશે તો એક પાર્કનો ફોટો સામે આવશે જ્યાં બાળકો રમતા જોવા મળશે. હવે પ્રશ્ન એ છે કે આટલી મોટી મેચ અહીં કેવી રીતે યોજાશે.

  • અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થશે. 
  • ભારત અને પાકિસ્તાનની મેચ અમેરિકાના આઈઝનહોવર પાર્કમાં રમાશે. 
  • ઈન્ટરનેશનલ સ્ટેડિયમની જગ્યા પર હાલ ત્યાં બાળકો માટેનું પાર્ક છે. 

આ વર્ષે ICC વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઘણા વર્ષોથી ક્રિકેટ રમવામાં આવે છે, પરંતુ યુએસએ માટે ક્રિકેટ એકદમ નવી રમત છે. જો કે યુ.એસ.એ.માં ઘણી ટી-20 લીગ થય છે પરંતુ મોટા પાયા પર મેગા આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે એ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે ક્રિકેટ રમતા બીજા દેશો પાસે છે. 

એવામાં હાલમાં થોડી તસવીરો મીડિયા પર વાયરલ થઈ રહી છે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ક્રિકેટ સ્ટેડિયમ પર T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ તસવીરો જોઈને કોઈપણ ક્રિકેટ પ્રેમી અંદાજ લગાવી શકે છે કે આ કોઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ નથી પરંતુ બાળકોના રમવા માટેનું પાર્ક છે.  

જાણીતું છે કે T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે અને 1 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. જે અમેરિકાના ન્યુયોર્કના આઈઝનહોવર પાર્કમાં રમાશે. એવામાં જો કોઈ હાલ ગુગલ કરે કે ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં રમાશે તો એક પાર્કનો ફોટો સામે આવશે જ્યાં બાળકો રમતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી મોટી મેચ અહીં કેવી રીતે યોજાશે. 

મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન મેચ માટે આઇઝનહોવર પાર્ક પ્રથમ પસંદગી ન હતી. અહીંના સ્થાનિક લોકો ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા તૈયાર ન હતા. ક્રિકેટ જર્નાલિસ્ટ પીટર ડેલા પેન્નાએ શેર કરેલા ફોટા અને વિડિયો અનુસાર, આઈઝનહોવર પાર્ક પર હજુ સુધી કોઈ મોટું બાંધકામ શરૂ થયું નથી. આ પાર્કમાં સ્થાનિક લોકો સાંજની મજા માણવા બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. મેદાનમાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને ફેબ્રુઆરી સુધી કોઈ કામ થશે પણ નહીં. T20 વર્લ્ડ કપ 2024 માટે નાસાઉ કાઉન્ટી, NY ક્રિકેટ સ્ટેડિયમ સાઇટ હાલમાં આવી દેખાય છે.

વધુ વાંચો: T20 વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર: આ તારીખે ભારત સામે ટકરાશે પાકિસ્તાન, જાણો ક્યારે ક્યારે રમાશે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમેરિકાનું સ્ટેડિયમ હજુ તૈયાર નથી. જે બાદ હવે T20 વર્લ્ડ કપ 2024ની યજમાનીને લઈને અમેરિકા પર સવાલો ઉઠી રહ્યા છે. જો જૂન સુધીમાં મેદાન તૈયાર નહીં થાય તો અહીં મેચ કેવી રીતે યોજાશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ