બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / The Prime Minister will inaugurate the Surat Bursa Diamond City, the meteorological department has made a big prediction

2 મિનિટ 12 ખબર / ST બસ ડ્રાઈવર-કંડક્ટરની પડી મોટી ભરતી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, ચંદ્રયાનને લઈને સારા સમાચાર

Vishal Khamar

Last Updated: 07:25 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાં છે. જ્યારે 17 ડિસેમ્બરનાં રોજ વડાપ્રધાન સુરત ખાતે બનેલ હિરા ઉદ્યોગના બુર્સ બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્રે જણાવીએ કે, દરિયા કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આ વરસાદ આફત બનશે કે રાહત તે જોવું રહ્યું.

સુરતના હિરા ઉદ્યોગના બુર્સ બિલ્ડીંગના ઉદ્ઘાટનની તારીખ નિશ્ચિંત થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. સુરત ખાતે વિશ્વનું સૌથી મોટુ હિરા બજાર બુર્સ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે દેશ સહિત વિદેશના મહેમાનો પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા કંડકટર અને ડ્રાઈવર માટે સીધી ભરતી (ફીક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. જેમાં કંડકટર માટે કુલ 3342 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવર માટે 4062 જગ્યાઓ માટે અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે.

પોલીસ કર્મચારીઓને જ્યારે એક્શન મોડ પર આવી જવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતા હોય છે ત્યારે શહેરમાં કોઇની તાકાત નથી કે શહેરમાં દારૂ, જુગારના અડ્ડાઓ ધમધમાવી શકે. થોડા દિવસ પહેલાં શહેરના પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ આદેશ કર્યો છે કે અમદાવાદમાં દારૂ મળવો જ ના જોઇએ. કમિશનરનો આદેશ મળતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને સિંઘમ બનીને દારૂ, જુગારના અડ્ડા પર ત્રાટકી રહી છે.

ગુજરાતમાં વર્ષ 2002માં તોફાન ફાટી નીકળ્યા હતા. આ રમખાણ કેસમાં રાજ્યના પૂર્વ DGP આરબી શ્રીકુમારના હાઈકોર્ટે શરતી જામીન પર મંજૂરીની મહોલ લગાવી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવા અને 25 હજારના બોન્ડ પર જામીન આપી દીધા છે. નોંધનીય છે કે દસ્તાવેજ સાથે છેડછાડ કરીને તાત્કાલિન CMને બદનામ કરવાના આરોપસર તીસ્તા સેતલવાડ સાથે પૂર્વ DGP આરબી શ્રીકુમારના ધરપકડ કરાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં સાબરકાંઠા - અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ તેઓ પ્રોટોકોલને લઈ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતા અને સ્ટેજ પરથી ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા. સાંસદે અધિકારી બાદ સ્પીચ આવતા પ્રોટોકોલ મામલે નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 

ઈસરોએ આજે એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવી દીધું છે. ચંદ્રયાન-3એ ચંદ્રની બાહ્ય કક્ષા પર કબજો કરી લીધો છે. હવે ચંદ્રયાન-3 166 કિમી x 18054 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરશે. ઈસરોએ ચંદ્રની કક્ષા પર કબજો કરવા માટે ચંદ્રયાન-3ને લગભગ 20થી 25 મિનિટ સુધી થ્રસ્ટર્સ પર રાખ્યું હતું. 

ઝારખંડના ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ લોકો દોડી ગયા હતા. જ્યા પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી હતી. સાથે ગિરિડીહના ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લાકડા અને એસપી દીપક શર્માએ પણ મુલાકાત લીધી હતી. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી પણ બનાવ સ્થળે દોડ્યા હતા. જેમણે ટ્વીટ થકી માહિતી આપી હતી.

શનિવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી. આ આંચકા રાત્રે 9.34 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશમાં નીકળ્યું છે. જોકે સદનસીબે હજી સુધી કોઈ જાનમાલના નુકસાનની જાણ થઈ નથી. 

ઝારખંડના કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અંસારીને બોલવામાં ભાન ન રહ્યું અને તેમણે રાહુલ ગાંધીને સ્વર્ગવાસી ગણાવી દીધા. અંસારીએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા સ્વર્ગીય રાહુલ ગાંધીની ભેટ હતી. જો કે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને યાદ અપાવ્યું કે રાજીવ ગાંધી રાહુલ ગાંધી નહીં  આ પછી, કોંગ્રેસના ધારાસભ્યને તેમની ભૂલ સમજાઈ ગઈ અને તેમણે પોતાનું નિવેદન સુધાર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઉમાશંકર અકેલાએ જ્યારે ઇરફાન અંસારીને ભૂલનો અહેસાસ કરાવ્યો ત્યારે તેમને ખબર પડી પોતાનાથી કેટલી મોટી ભૂલ થઈ છે જોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને તેમનો બફાટ મીડિયાના કેમેરામાં કેદ થઇ ગઈ, જેને વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે.

19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઇપીઓ માર્કેટમાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રોકાણકારો આ આઇપીઓ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જેની આતુરતાનો હવે અંત આવ્યો છે અને કંપનીને સેબી દ્વારા એપ્રુવલ પણ આપી દેવામાં આવી છે. જેને લઈને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તથા સપ્ટેમ્બરની શરૂઆત સુધીમા IPO પ્રાઇમરી માર્કેટમાં આવી શકે છે. ત્યારે ટાટા ટેકનોલોજીસના IPOની પ્રાઇસ બેન્ડ શું હોઈ શકે છે? અને જીએમપી શુ છે. તે મામલે વિસ્તારથી જાણીએ!

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ