બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / The Prime Minister will inaugurate the signature bridge

લોકાર્પણ / સિગ્નેચર બ્રિજ: બેટ દ્વારકા જવા હવે બોટની જરૂર નહીં, ચાલીને પણ જઈ શકાશે: વ્યૂઈંગ ગેલેરી પણ બનાવાઇ

Vishal Khamar

Last Updated: 04:50 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા ખાતે જોડતા સિગ્નનેચર બ્રિજનું આગામી તા. 25 મી નાં રોજ લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સિગ્નનેચર બ્રિજની દેશનાં સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ 900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. 

બ્રિજ શરૂ થતા ચીજ વસ્તુઓનાં ભાવ પણ ઘટશે

બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજ વસ્તુઓનાં ભાવ પણ ઘટશે.  આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016 માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નનેચર બ્રિજને નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તા. 7 ઓક્ટોમ્બર 2017 ના દિવસે કરવામાં આવ્યું હતું. 

બ્રિજ દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ 51 સ્ટ્રેટ બ્રિજ છે. જે બેટ દ્વારકા તેમજ ઓખાને કચ્છનાં અખાતમાં જોડે છે.  પીએમ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ સિગ્નેચર બ્રિજનાં ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સિમા ચિહ્ન મળશે. એટલું જ નહી દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.    

યાત્રીકો તેમજ સ્થાનિકો અવર જવર કરી શકશે

ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લાંબો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર,. ઓખા સાઈ ડ એપ્રોચ બ્રિજની લંબાઈ 727 મીટર,  બેટ સાઈડ બ્રિજની લંબાઈ 650 મીટર. આ બ્રિજ બનતા ઓખા તેમજ બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી બોટ દ્વારા ત્યાંનાં લોકો તેમજ યાત્રીકો દ્વારા અવર જવર થાય છે તેનાં બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે. 

વડાપ્રધાને દ્વારકાવાસીઓને બ્રિજની ભેટ આપી તે બદલ સ્થાનિકોએ આભાર માન્યો

આ બાબતે સ્થાનિક મિલન રામાવતે જણાવ્યું હતું કે આજ દિન સુધી આ ટાપુ હતો, કોઈ રસ્તા સંપર્ક ન હતો. બેટ દ્વારકા આવવું હોય તો તમે બોટ મારફતે જ આવી શકો. બીજો કોઈ રસ્તો નથી. અમને બધાને વડાપ્રધાને દ્વારકાવાસીઓને જે બ્રિજની ભેટ આપી તે બદલ તેઓનો આભાર પણ માન્યો હતો.    

વધુ વાંચોઃ 250 બેડની IPD, વર્લ્ડક્લાસ ICU, 15 સુપર સ્પેશ્યાલિટી વિભાગ..., જુઓ કેવો લાગે છે રાજકોટ AIIMSનો અંદરનો નજારો

બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટ જેટલો સમય લાગતો

બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો. જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યું ગેલરીની પણ સુવિધા કરેલી છે. રાહદારીઓ માટે ભગવદ ગીતાનાં શ્લોકો તેમજ કોતરણી નિહાળવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ