બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / The police, who are busy collecting fines for masks, don't even smell alcohol !

દે દારૂ / માસ્કનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસને દારૂની દુર્ગંધ જ નથી આવતી!, રાજ્યમાં બેફામ દારૂનો વેપલો

Mehul

Last Updated: 09:52 PM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની દારુબંધીને 'કાગળ પરનો વાઘ'સમજતા બુટલેગરો.એક તરફ, દીપાવલીના તહેવારો અને દબાતા પગલે આવી રહેલા શિયાળાને સત્કારવા 'પ્યાસીઓ'પણ થયા છે સક્રિય.

  • એક તો દીપાવલી અને દબાતે પગલે આવતો શિયાળો 
  • બુટલેગરો બેફામ-દારુ પકડાયા કરતા પીવાઈ વધુ જાય છે 
  • વડોદરા અને ગોંડલમાં ખુલ્લેઆમ થતું દારૂનું વેચાણ 

ગુજરાતમાં દીપાવલીના તહેવારોને વધુ મોજ-શોખથી મનાવવા બુટલેગરો સક્રિય થયા છે. ગુજરાતની દારુબંધીને 'કાગળ પરનો વાઘ'સમજતા બુટલેગરોએ ગુજરાતમાં વિદેશ દારૂનો જથ્થો ઘુસાડીને સંગ્રહ કરવાનું શરુ કરી દીધું છે.એક તરફ, દીપાવલીના તહેવારો અને ધીમે-ધીમે બદલાઈ રહેલી મોસમને ધ્યાનમાં લઈને 'પ્યાસીઓ'પણ સક્રિય થયા છે.  

વડોદરામાં મળ્યો 19 લાખથી વધુનો મુદ્દામાલ 

મધ્ય ગુજરાતના વડામથક સમા અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા  વડોદરામાંથી મોટા પ્રમાણમાં દારૂ પકડાયો છે. હાલોલ હાઈવે પાસેના ગોડાઉનમાં અને મહાપુરા ગામ પાસે ગોડાઉનમાં દારૂનો વેપાર ચાલતો હતો. LCB રેડ પાડતા દારૂનું ગોડાઉન ઝડપાયું હતું. જેમાંથી રૂપિયા 19 લાખ 82 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. તો શહેરની બહાર મહાપુરા ગામના ફાર્મ હાઉસમાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ફાર્મહાઉસમાં રેડ કરીને 150 દારૂની બોટલો વિજિલન્સે કબ્જે કરી છે. આ બંને ઘટનામાં સ્થાનિક પોલીસ સાવ અજાણ છે. તેમજ વડોદરાથી વિદેશી દારૂ ભરેલું અન્ય ગોડાઉન પણ ઝડપાયું છે. ગોડાઉનમાંથી રૂપિયા 19 લાખ 82 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ સહિત કુલ 26 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનું નેટવર્ક રાજસ્થાનના 3 શખ્સો ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. શાહ ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ-2માં પ્લોટ 39માં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું 

ગોડલમાં પણ ખુલ્લે આમ 

તહેવારો  સમયે રાજ્યમાં બુટલેગરો બેફામ બની રહ્યાં જોવા મળ્યા છે. ગોંડલ અને વડોદરામાં  દારૂનું વેચાણ  ખુલ્લે આમ  જોવા મળી રહ્યું છે. માત્ર વડોદરા જ નહિ સૌરાષ્ટ્રના ગોંડલમાં  પણ દેશીદારૂનું વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. આ અંગેનો દેશીદારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. ભગવતપરા શેરીમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. મહિલા ખુલ્લેઆમ ઘરના દરવાજા પર બેસી દેશી દારૂ વેચાઇ રહ્યો છે. આ પ્રકારનો વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 

દારૂબંધી 'કાગળનો વાઘ' ?

રાજ્યમાં નવા સરદાર અને નવી સરકાર આવ્યા પછી પણ બુટલેગરોને કોઈ જ ફર્ક ના પડતો હોય તેમ,દારુ વેચાઈ રહ્યો છે. રાજ્યના પોલીસ વિભાગની સક્રિયતા તો છે જ પરંતુ આમ છતાં બુટલેગરો હિમતથી દારૂનો સંગ્રહ કરી જાય,અને દેશી દારુ પણ ખુલ્લેઆમ વેંચાય ત્યારે, સ્થાનિક વહીવટી તંત્ર પર ઘણા સવાલો ઉઠવા યોગ્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ