બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / The new variant of Corona alerted the world, the first case of it reported in India

સાવધાન / કોરોના જે નવા વેરિયન્ટથી દુનિયા થઈ ઍલર્ટ, એનો પહેલો કેસ નોંધાયો ભારતમાં: જાણો કેમ ફરી ટેન્શન વધારી રહી છે આ બીમારી

Megha

Last Updated: 09:04 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા દિવસોમાં કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1 ના ઘણા કેસ સામે આવ્યા છે. હવે ચિંતાની વાત એ છે કે આ JN.1ની ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે.

  • કોરોનાને કારણે ફરી એકવાર આખી દુનિયા એલર્ટ મોડ પર આવી
  • કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1 ના ઘણા કેસ સામે આવ્યા 
  • આ સબ વેરિયન્ટ JN.1ની ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે

કોરોનાને કારણે ફરી એકવાર આખી દુનિયા એલર્ટ મોડ પર આવી ગઈ છે. છેલ્લા થોડા દિવસોમાં કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1 ના ઘણા કેસ સામે આવ્યા છે. હવે ચિંતાની વાત એ છે કે આ JN.1ની ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે.  દક્ષિણના રાજ્ય કેરળમાં કોવિડ-19ના સબવેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી છે. 

આ કેસોને લગતી કોઈપણ ગંભીર પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ ચલાવી રહ્યું છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે સીધા સંપર્ક દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે કેરળમાં કોરોના JN.1 ના આ નવા સબ વેરિયન્ટનો કેસ નોંધાયો હતો. 

JN.1 ને સૌપ્રથમ લક્ઝમબર્ગમાં ઓળખવામાં આવી હતી. ઘણા દેશોમાં ફેલાયેલ આ સંક્રમણ પિરોલો ફોર્મ (BA.2.86) થી સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, BA.2.86 અને તેના સબ વેરિયન્ટના 3,608 કેસ નોંધાયા છે. આમાંના મોટા ભાગના યુરોપ અને ઉત્તર અમેરિકાના છે.

કેરળની 79 વર્ષીય મહિલા ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) ના હળવા લક્ષણો બતાવી રહી હતી, જોકે તે પહેલાથી જ COVID-19 થી સ્વસ્થ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં કેરળમાં આવો પહેલો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ છે. આ અંગે આરોગ્ય મંત્રી દ્વારા તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં આરોગ્ય સુવિધાઓમાં મોકડ્રીલ સહિત માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે તેને સ્ટોર કરવા અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી આરોગ્ય સેવાઓ કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર રહે. 

નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?
નોંધનીય છે કે નિષ્ણાતો માને છે કે આ BA.2.86 નું સબ વેરિયન્ટ છે. દેશમાં જેએન.1ના કેટલાક કેસ છે. જોકે, ભારત દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ કારણોસર હાલમાં એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ