બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The mythical temple of nine-armed Hanumanji has become a center of faith for the citizens of Botad.

દેવ દર્શન / ગુજરાતમાં આવેલું છે હનુમાનજી અને શનિદેવના યુદ્ધનું સ્થળ, નવહથ્થા હનુમાનજીની સાક્ષીમાં શનિ સંતાયા તે ગુફા આજે પણ હયાત

Dinesh Chaudhary

Last Updated: 07:19 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad news: નવ હથ્થા હનુમાનજીનુ પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોનુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કોઈપણ દુખીયારો આસ્થાથી દાદાને માથું નમાવે અને દાદા તેના તમામ સંકટ દૂર કરે છે

  • બોટાદના ત્રિવેણી સંગમ પાસે બિરાજમાન નવહથ્થા હનુમાનજી 
  • મંદિરમાં હજારો વર્ષ પૌરાણિક હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા 
  • પ્રતિમા એક બાજુથી આઠ અને બીજી બાજુથી નવ હાથ લાંબી 


Botad news: બોટાદની મધ્યે મધુ અને ઉતાવળી નદીના કાંઠે સ્વતંત્રતા સાથે જોડાયેલું નવ હથ્થા હનુમાનજીનુ પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોનુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કોઈપણ દુખીયારો આસ્થાથી દાદાને માથું નમાવે અને દાદા તેના તમામ સંકટ દૂર કરે છે. બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં ઉતાવળી, મધુ નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે પૌરાણિક નવ હથ્થા હનુમાનજીનુ મંદિર આવેલું છે. મંદિરમાં હજારો વર્ષ પહેલાની હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા આવેલી છે.

નવ હથ્થા હનુમાન તરીકે પ્રચલિત
હનુમાનજીની પ્રતિમાને એક બાજુથી ગણત્રી કરો તો આઠ હાથ લાંબી અને બીજી બાજુથી ગણત્રી કરો તો નવ હાથ લાંબી થાય છે એટલે મંદિર નવ હથ્થા હનુમાન તરીકે પ્રચલિત છે. હાલ જ્યાં હનુમાનજીનુ મંદિર છે ત્યાં સાડાસાતી નિમિતે હનુમાનજી અને શનિદેવનુ યુદ્ધ થયુ હતુ. નવગ્રહો, ભોળાનાથ અને રામચંદ્ર ભગવાને યુદ્ધમાં દરમ્યાનગીરી કરતા હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હતા.    

વર્ષો પહેલાં ભાવનગરના મહારાજાએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો 
100 વર્ષ પહેલાં ભાવનગરના મહારાજાએ નવ હથ્થા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. નવ હથ્થા હનુમાનજીના મંદિરે સાતમ આઠમ, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી સહિતના ધાર્મિક તહેવારોની ભવ્યઉજવણી કરવામાં આવે છે. શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં શહેરીજનો મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ નમાવી પોતાના તમામ સંકટ દૂર કરવાની મનોકામના કરે છે. ધાર્મિક જીલ્લો બોટાદ બાકીના જીલ્લા કરતા પૌરાણિક છે. પાંડવોએ વનવાસ દરમ્યાન હનુમાનજી મંદિર જે સ્થળે છે તેની મુલાકાત લીધી હોવાની લોકવાયકા છે. નવહથ્થા હનુમાનજીના દર્શન એકવાર કરો એટલે ભાવિકોની મનોકામના પૂર્ણ થાય જ છે. 

મંદિરમાં મહાદેવનુ પૌરાણિક શિવલીંગ   
હજારો વર્ષ પહેલાં શનિદેવ અને હનુમાનજી દાદાનુ યુધ્ધ થયું હતું ત્યારે શનિદેવ ભાગીને જે ગુફામાં સંતાયા હતા તે ગુફા આજે પણ હયાત છે. મંદિરમાં મહાદેવનુ શિવલીંગ પણ પૌરાણિક છે. સવારે અને સાંજે ભગવાન સૂર્યનારાયણ પોતે શિવલીંગ પર પોતાના કિરણોથી અભિષેક કરે છે. કાનપુર સ્ટેટના મહારાજા નાના સાહેબ પેશવા 1587 માં અંગ્રેજો સામે લડાઈમાં હારીને 1858 મા તેમના મંત્રીઓ સાથે નવહથ્થા હનુમાનજી મંદિર છે તે સ્થળે શરણ લીધી હતી અને સન્યાસ ધારણ કર્યો હતો. અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહી ચુકેલા નવહથ્થા હનુમાનજીના પૌરાણિક મંદિરનો હાલ વિકાસ કરી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.  

સવાર સાંજ સૂર્યનારાયણનો શિવલીંગ પર કિરણોથી અભિષેક 
બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિરે સવાર સાંજ શહેરીજનો દાદાને માથું નમાવવા આવે છે. જીવનની સંધ્યા આથમી રહી હોય ત્યારે વૃદ્ધો આરામ સાથે ભગવાનનુ નામ ભજે છે ત્યારે એવા પણ હનુમાનજીના ભક્ત છે જે શારિરીક વૃદ્ધ હોવા છતાં પણ દર શનિવારે આઠ કિલોમીટર ઘરેથી પગપાળા દાદાના શરણે આવે છે. અને પોતાના સુખી જીવનનો આધાર ફક્તને ફક્ત દાદા ને ગણાવે છે. 

વાંચવા જેવું: ગુજરાતની એવી જગ્યા જ્યાં સંતના મીઠા ઠપકાથી બનવા લાગ્યો શ્રીફળનો પહાડ, સ્વયંભૂ પ્રગટ્યા છે બજરંગબલી

અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી નવહથ્થા હનુમાનજી
કુદરતી વાતાવરણમા આવેલા નવહથ્થા હનુમાનજી મંદિરે શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો આકડાની માળા અને તેલ ચડાવે છે કોઈપણ દુખ હોય તે દાદા પાસે માથું નમાવો એટલે તમામ સંકટ દાદા દુર કરે છે. મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે. સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો તે અવશ્ય પૂર્ણ થવાનો ભક્તોને દ્રઢ વિશ્વાસ છે. નવહથ્થા હનુમાનજીની જેવી પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ નથી અને દાદાની પ્રતિમા સ્વયંભૂ છે ત્યારે દાદાએ કેટલાય લોકોના દુખ દુર કર્યાના પુરાવા પણ છે. મંદિરે ઉજવાતા ધાર્મિક તહેવારો અને લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં મંદિરે આવી દાદાના દર્શન કરી મેળાનો આનંદ માણે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Botad news Hanumanji Temple dev Darshan આસ્થાનું કેન્દ્ર દેવ દર્શન નવ હથ્થા હનુમાનજી પૌરાણિક મંદિર DEV DARSHAN
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ