બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / The Modi government has given approval to host the Football World Cup in India, which will be played in three states next month

રમતને પ્રોત્સાહન / ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને મોદી સરકારે આપી મંજૂરી, આવતા મહિને ત્રણ રાજ્યોમાં રમાશે

Hiralal

Last Updated: 04:41 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે દેશમાં ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને મંજૂરી આપી દીધી છે જે ત્રણ રાજ્યોમાં 11 થી 30 ઓક્ટોબરની વચ્ચે રમાશે.

  • કેન્દ્ર સરકારે દેશમાં ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને મંજૂરી આપી
  • ગોવા, મહારાષ્ટ્ર અને ઓડિશામાં યોજાશે અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ
  • 11 થી 30 ઓક્ટોબરની વચ્ચે રમાશે મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 
  • સરકારે ફૂટબોલ વર્લ્ડ કપ આયોજન માટે 2300 કરોડનું ફંડ ફાળવ્યું 

ફૂટબોલ રસિયાઓ માટે સારા સમાચાર છે. ભારતમાં મોટો આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે.  કેન્દ્ર સરકારે મહિલા ફૂટબોલ આયોજનની મંજૂરી આપી દીધી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં દેશમાં અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. ગોવા, મહારાષ્ટ્ર અને ઓડિશામાં આ વર્લ્ડ કપ યોજાશે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના આયોજન માટે સાઈનિંગ ઓફ ગેરન્ટી મંજૂર કરી છે. તેમણે કહ્યું કે 11 થી 30 ઓક્ટોબરની વચ્ચે આ ટૂર્નોમેન્ટ રમાશે. 

અંડર-17 ફિફા (FIFA) વર્લ્ડ કપની 4 મોટી વાત 
(1) કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદીએ ફિફા વર્લ્ડ કપના આયોજન માટે 2300 કરોડનું બજેટ આપ્યું છે.આ ટૂર્નામેન્ટ 11 થી 30 ઓક્ટોબર દરમિયાન દેશના ત્રણ શહેરોમાં રમાશે. નવી મુંબઈ, ગોવા અને ભુવનેશ્વર આ મેચોની યજમાની કરશે.
(2) અનુરાગ ઠાકુરે કહ્યું, ફૂટબોલમાં રસ ધરાવતી મહિલા ખેલાડીઓને આનાથી પ્રોત્સાહન મળશે. તેમજ દેશભરમાં ફૂટબોલની રમતને વધુ લોકપ્રિયતા મળશે. 
(3) આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારતને ફૂટબોલ 'પાવરહાઉસ' બ્રાઝિલ, મોરક્કો અને યુએસએની સાથે મુશ્કેલ ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં જર્મની, નાઈજીરિયા, ચિલી અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનને ગ્રુપ સીમાં કોલંબિયા, ચીન અને મેક્સિકોની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપ ડીમાં જાપાન, તાન્ઝાનિયા, કેનેડા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. 
(4) ભારતીય ટીમ 11 ઓક્ટોબરથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બીજી મેચ ત્યાં 14 ઓક્ટોબરના રોજ મોરક્કો સામે રમાશે. 

ફિફા વર્લ્ડ કપની ભારતને બીજી વાર યજમાની મળી 
ભારતને ફિફા વર્લ્ડ કપની યજમાની મળી હોય તેવી આ બીજી ઘટના છે. ભારતે અગાઉ 2017માં મેન્સ અંડર-17 વર્લ્ડ કપની યજમાની કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ