બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / The LVM-3 launcher, earlier known as GSLV MK-III, was used to launch 'Chandrayaan-3'.

ISRO / 'ચંદ્રયાન-3' સાથે અંતરિક્ષમાં એવું શું મોકલાયું? કે જેની ઇસરો પણ પ્રશંસા કરતા નથી થાકતું, પાછળ રહેલી છે આ ખાસિયતો

Megha

Last Updated: 05:04 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે આગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું.આ ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે

  • 'ચંદ્રયાન-3'એ આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી
  • 'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો 
  • અગાઉ આ રોકેટ GSLV-Mk3 તરીકે ઓળખાતું હતું

ભારતના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી. નોંધનીય છે કે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે. 

'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો 
'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું. ઉલ્લેખનીય છે કે સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ વડે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.હવે જ્યારે ચંદ્રયાન 3 સમાચારોમાં છે, ત્યારે તેને અવકાશમાં લઈ જવા માટે જવાબદાર MK-3 લોન્ચ વ્હીકલ વિશે જાણવું પણ જરૂરી છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે.

LVM-3 શું છે?
LVM-3ની તાકાત, કદ અને ક્ષમતાના કારણે તેને 'બાહુબલી' રોકેટ પણ કહેવામાં આવી રહ્યું છે. ત્રણ સ્તરના રોકેટમાં બે સોલીડ ફ્યુઅલ બૂસ્ટર અને પ્રલિક્વિડ ફ્યુઅલ કોર સ્ટેજ છે જે તેને શક્તિ આપે છે. હવે તેના કામને સમજીએ સોલિડ ફ્યુઅલ બૂસ્ટર્સ રોકેટને પ્રારંભિક તબક્કામાં આગળ વધારવામાં અથવા ધક્કો મારવામાં મદદ કરે છે. જ્યારે, લિક્વિડ ફ્યુઅલ કોર રોકેટને ઓર્બિટને આગળ ધપાવવા માટે થ્રસ્ટ જાળવી રાખે છે .આ રોકેટ 4 હજાર કિલોગ્રામ પેલોડને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે.

અગાઉ આ રોકેટ GSLV-Mk3 તરીકે ઓળખાતું હતું
ISROનું કહેવું છે કે, 'આ 43.5 મીટર લાંબા ત્રણ તબક્કાના લોન્ચ વ્હીકલને GTOમાં 4000 કિલોગ્રામ સુધીના કમ્યુનિકેશન સેટેલાઈટ પહોંચાડવામાં ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે.'અગાઉ આ રોકેટ GSLV-Mk3 તરીકે ઓળખાતું હતું. ISRO એ ત્રણ સફળ મિશન પછી તેને LVM-3 માં બદલી નાખ્યું. ખાસ વાત એ છે કે શુક્રવારે આ રોકેટ ચંદ્રયાન-3 દ્વારા ચોથી વખત ઓર્બિટમાં પેલોડ પહોંચાડવાના મિશન પર જઈ રહ્યું છે.

રોકેટનું કુલ વજન 642 ટન હોવાનું કહેવાય છે
રોકેટનું કુલ વજન 642 ટન હોવાનું કહેવાય છે. તેની ઉંચાઈ 43.5 મીટર છે. LVM-3 નો ઉપયોગ પહેલાથી જ ઘણા સેટેલાઇટ લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમાં GSAT-19 કોમ્યુનિકેશન સેટેલાઇટ, એસ્ટ્રોસ્ટેટ એસ્ટ્રોનોમી સેટેલાઇટ, ચંદ્રયાન-2નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ રોકેટનો ઉપયોગ ગગનયાન મિશનમાં કરવામાં આવશે, જે ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ