બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / The last sight of Pavagadh! After returning from Darshan, a 35-year-old Thakor youth suffered a heart attack and died

દુઃખદ / પાવાગઢના છેલ્લા દર્શન! દર્શન કરી પરત ફર્યા બાદ 35 વર્ષીય ઠાકોર યુવાનને આવ્યો હાર્ટ એટેક, થયું મોત

Vishal Khamar

Last Updated: 10:37 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જીલ્લામાં ત્રણ દિવસમાં બે લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. રાણપુરનાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી.

  • બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત
  • ડીસાના રાણપુરના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
  • જિલ્લામાં ત્રણ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

 બનાસકાંઠાનાં ડીસાનાં રાણપુરનાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. યુવક પરિવાર સાથે પાવાગઢથી દર્શન કરી પરત ફરતા આ ઘટના બની હતી.આશાસ્પદ ખેડૂત અજમલજી ઠાકોરનું મોત થતા પરિવારમાં મામત છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં હજુ પણ હાર્ટ એટેકથી લોકોનાં મોત નિપજવાનો સીલસીલો ચાલુ છે. ત્યારે જીલ્લામાં ત્રણ દિવસમાં 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. 

હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જે યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે.

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે - 

1. કામનું પ્રેશર - 
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા-
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

4. જંક અને ફાસ્ટ ફૂડ-
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ