બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / The IPL will start from this date, BCCI has made a big revelation

ક્રિકેટ / આ તારીખથી શરુ થશે IPL, BCCIએ કર્યો મોટો ખુલાસો

Arohi

Last Updated: 06:23 PM, 7 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના લીધે IPL 2021ને અધવચ્ચે જ અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવી હતી જ્યારે, હાલમાં જ થયેલી BCCIની ECB(Emirates Cricket Board) સાથેની મીટિંગમાં IPLની તારીખ નક્કી કરવામાં આવી છે.

  • BCCIએ જાહેર કરી IPL2021 ની તારીખ 
  • વિદેશી ખેલાડીઓ પર BCCIએ આપ્યો સકારાત્મક જવાબ 
  • UAEમાં યોજાશે IPLની બાકીની મેચો.

IPL 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ કોલકાતાના સ્પિનર વરુન ચક્રવર્તી સાથે બીજા સ્ટાફના મેમ્બર્સ અને એક પછી એક ઘણાબધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ BCCIએ કરી હતી.

19 સપ્ટેમ્બરથી થશે iplની શરૂઆત, ફાઇનલ યોજાશે 25મી ઓક્ટોબરે  
19 સપ્ટેમ્બરથી થશે IPLની બાકીની મેચોની શરૂઆત, BCCIએ જણાવ્યું કે ક્રિકેટના આગામી કેલેન્ડર મુજબ 25 દિવસના સમયગાળામાં IPLની આ એડિશન પૂરી કરવી અનિવાર્ય છે એ મુજબ ઓકટોબર 25ના દિવસે ટૂર્નામેન્ટની અંતિમ મેચ એટલે કે IPLની ફાઇનલ રમાશે. 

વિદેશી ખેલાડીઓ રમવા અંગે BCCIએ મૌન તોડ્યું
દરેક ટીમ વિદેશી ખેલાડીઓના રમવાને લઈને અવઢવમાં છે. વિદેશી ખેલાડીઓ IPLની આ મિનિ સિઝનમાં રમશે કે નહી તે અંગે અનેક તર્ક વિતર્ક છે ત્યારે આ મુદ્દે BCCIએ જણાવ્યું કે, તેઓ દરેક દેશના ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ પ્રયાસ કરશે કે બધા જ ખેલાડીઓ IPLમાં હાજર રહે. 

UAEમાં યોજાશેની IPLની બાકીની મેચો
UAEના 3 મેદાન દુબઈ, અબુધાબી અને શારજહાંમાં IPL2021ની બાકીની મેચો રમાશે. IPL2020નું આયોજન પણ UAEમાં જ થયું હતું. દરેક ફ્રેન્ચાઇઝ હવે એ મુંજવણમાં છે કે જો તેમના વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ નહિ હોય તો એમના વિકલ્પ શું હશે? BCCIએ જણાવ્યું કે જો કોઈ દેશ તેમના ખેલાડીઓ ને મોકલવામાં વિરોધ ઉઠાવે તો એ મુજબ એ ખેલાડીઓના વિકલ્પ માટે પણ આયોજન કરવામાં આવશે.    

ટીમમાં થઈ શકે છે અનિવાર્ય ફેરફાર     
BCCIના જણાવ્યા પ્રમાણે મોટાભાગના બધા જ વિદેશી ખેલાડીઓએ IPL રમવાની તૈયારી દર્શાવી દીધી છે અને જે ખેલાડીઓ તૈયાર નથી થતા તેમનો વિકલ્પ શોધવાની પણ મથામણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં તે મુજબ અનિવાર્ય ફેરફાર થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ