બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / The Indian Citizenship Act was implemented five years after its approval

કાયદો / શું છે આ CAA? કોને અને કેવી રીતે મળશે નાગરિકતા, એક ક્લિકમાં સમજો કાયદો

Dinesh

Last Updated: 06:31 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

citizenship amendment act: ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે તેના અમલ માટેની જાહેરાત હવે કરવામાં આવી છે

Citizenship Amendment Act : લોકસભા ચૂંટણી પહેલા CAAને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. નાગરિકતા (સુધારા) કાયદો (CAA) સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. હવે 3 દેશના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. ભારતીય નાગરિકતા કાયદો શું છે અને તેના અમલવારી પછી શું બદલાશે? કઈ જોગવાઈઓમાં સૌથી વધુ વાંધો છે. આવો જાણીએ 

પાંચ વર્ષ પહેલા આ અધિનિયમને મંજૂરી આપવામાં આવી હતી
ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે તેના અમલ માટેની જાહેરાત હવે કરવામાં આવી છે. CAAને લઈને અગાઉ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને ઉત્તર-પૂર્વના સાત રાજ્યો તેનો વિરુદ્ધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનથી ઉત્તર પૂર્વ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તોડફોડના કારણે કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું. 

CAAને મંજૂરીના 5 વર્ષ પછી લાગૂ કરાયો
CAAને લઈને 2020થી સતત એક્સટેન્શન લેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સંમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં 2020થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું હતું.

તો હવે શું બદલાશે? 
જોકે ગારો અને જૈનતિયા જેવી જાતિઓ મેઘાલયની વતની છે પરંતુ લઘુમતીઓના આગમન પછી તેઓ પાછળ રહી ગયા. દરેક જગ્યાએ લઘુમતીઓનું વર્ચસ્વ વધ્યું. એ જ રીતે ત્રિપુરામાં બોરોક સમુદાય મૂળ નિવાસી છે પરંતુ ત્યાં પણ બંગાળી શરણાર્થીઓ ભરાઈ ગયા છે. સરકારી નોકરીઓમાં પણ મોટી પોસ્ટ તેમની પાસે ગઈ છે. હવે જો CAA લાગુ થશે તો દેશવાસીઓની બાકી રહેલી તાકાત પણ ખતમ થઈ જશે. અન્ય દેશોમાંથી આવતા અને સ્થાયી થતા લઘુમતીઓ તેમના સંસાધનો કબજે કરશે. આ ડર છે જેના કારણે નોર્થ ઈસ્ટ CAAનો જોરદાર વિરોધ કરી રહ્યું છે.

 

કોને મળશે નાગરિકતા?
નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.

ક્યા 9 રાજ્યોમાં આપવામાં આવે છે નાગરિકતા?

  • ગુજરાત
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • છત્તીસગઢ 
  • હરિયાણા
  • પંજાબ
  • મધ્યપ્રદેશ
  • ઉત્તરપ્રદેશ
  • દિલ્લી

અરજી કરવાની પ્રક્રિયા શું હશે?
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.

અત્યારે ભારતીય નાગરિકતાને લઇ શું સ્થિતિ છે?

  • 9 રાજ્યમાં 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ,ગૃહ સચિવ નિર્ણય લઇ શકે
  • ગૃહમંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1,417 વિદેશીઓને આપી નાગરિકતા
  • વર્ષ 2021-22ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 1,417 લોકોને ભારતીય નાગરિકતા 
  • બિન-મુસ્લિમ લઘુમતિઓને આપવામાં આવી છે નાગરિકતા 
  • પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને અપાઇ છે નાગરિકતા 

વાંચવા જેવું:  1000 વર્ષ જુની ભોજશાળાનો થશે ASI સર્વે, હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો આ વિવાદીત સ્થળ વિશે

CAA ભાજપના એજન્ડામાં સામેલ ?
CAAનો અમલ ભાજપની પ્રતિબદ્ધતામાં સામેલ છે. અત્રે જણાવીએ કે, CAAને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અવાર નવાર જણાવ્યું છે. દેશ માટે આ કાયદો છે જે લાગુ થશે. અગાઉ શાહે કોલકાતામાં એક રેલીમાં ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને તુષ્ટિકરણના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર તીક્ષ્ણ પ્રહારો કર્યા હતા અને લોકોને બંગાળમાંથી TMC સરકારને હટાવવા અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ