બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / ભારત / After Gyanvapi, ASI survey at Bhojshala Temple-Kamal Maula Mosque

BIG NEWS / 1000 વર્ષ જુની ભોજશાળાનો થશે ASI સર્વે, હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો આ વિવાદીત સ્થળ વિશે

Hiralal

Last Updated: 04:40 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વે કરાવવાની હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.

મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા પર વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓનું કહેવું છે આ માતા સરસ્વતીનું જુનું મંદિર છે તો મુસ્લિમો તેને કમલ મૌલા મસ્જિદ ગણાવી રહ્યાં છે. હિંદુઓ ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે કરાવવા માગે છે અને હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની પર આજે ચુકાદો આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે સોમવારે ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી છે. હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ છ સપ્તાહની અંદર આ સર્વે પૂરો કરી લેવાનો આદેશ આપ્યો છે. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ આપી હતી કે હાઈકોર્ટે કાશીની જ્ઞાનવાપીની જેમ ધરના ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા યુપીના કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો પણ એએસઆઈ સર્વે થયો હતો. 

ભોજશાળા એક એએસઆઈ સંરક્ષિત સ્મારક 
ભોજશાળા એક એએસઆઈ સંરક્ષિત સ્મારક છે, જેને હિંદુઓ વાગદેવી (માતા સરસ્વતી)નું મંદિર કહે છે અને મુસ્લિમ સમુદાયો તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. ભોજશાળામાં નમાજ વાંચવા સામે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ અરજી દાખલ કરી હતી. 

ભોજશાળા મંદિર કે મસ્જિદ? 
બે વર્ષ પહેલાં હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એએસઆઈ પાસેથી વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી કરવામાં આવી હતી, જેમાં ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ તે જાણવામાં આવ્યું હતું. અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ફોટોગ્રાફ્સના આધારે કોર્ટે સર્વેની મંજૂરી આપી હતી. અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે સ્તંભોમાં સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, જેમની પ્રતિમા લંડનના સંગ્રહાલયમાં છે.

 શું છે ભોજશાળા
ઈ.સ. 1000-1055 દરમિયાન, પરમારા વંશના રાજા ભોજે ધારમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી જેને પાછળથી ભોજશાળા અને સરસ્વતી મંદિર તરીકે માન્યતા મળી. ધાર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીં અભ્યાસ માટે આવતા હતા. બાદમાં આ સ્થળને મુસ્લિમ શાસકોએ મસ્જિદમાં ફેરવી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે તેના અવશેષો હજી પણ નજીકની કમલ મૌલાના મસ્જિદમાં હાજર છે.

અલાઉદ્દીન ખિલજીએ 1200 વિદ્યાર્થીઓ-શિક્ષકોને મારીને હવન કૂંડમાં ફેંક્યાં હતા
હિંદુ જનજાગૃતિ સમિતિના અહેવાલ મુજબ સન 1305માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કરીને તેને કબજે કરી લીધી હતી ત્યારે બાદ ઈસ્લામ કબૂલ ન કરવા પર 1200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મારી નખાવીને ભોજશાળાના જ વિશાળ હવન કૂંડમાં ફેંકી દેવડાવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ