બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The implementation of Public Universities Bill has started in 11 universities of Gujarat

ગાંધીનગર / હવેથી ગુજરાતની 11 યુનિ.ઓમાં 'પબ્લિક યુનિવર્સિટીઝ બિલ'ની અમલવારી શરૂ, જાણો કઈ-કઇ યુનિ.ની સત્તા રહેશે સરકાર પાસે?

Malay

Last Updated: 08:02 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Public Universities Bill - 2023: રાજ્યમાં આજથી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક 2023ની જોગવાઈનો આજથી અમલ શરૂ, બિલથી 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે

  • ગુજરાતની 11 યુનિમાં પબ્લિક યુનિવર્સિટીઝ બિલની જોગવાઈનો અમલ
  • પબ્લિક યુનિવર્સિટીમાં 5 વર્ષની રહેશે કુલપતિની ટર્મ
  • એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિમાં કુલપતિ તરીકે થઈ શકશે નિમણૂક
  • એક્સટર્નલ તરીકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આપી શકશે ડિગ્રી

Gujarat Public Universities Bill - 2023: 15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે  ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ 2023 ગૃહમાં પસાર કર્યું હતું. જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન એકટની જોગવાઈઓ આજથી એટલે કે 9મી ઓક્ટોબરથી લાગુ થનાર છે. 

11 યુનિમાં પબ્લિક યુનિવર્સિટીઝ બિલની જોગવાઈનો અમલ
ગુજરાતની 11 યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટીઝ બિલની જોગવાઈનો અમલ આજથી શરૂ. પબ્લિક યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ 5 વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે. સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે. વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે.

Topic | VTV Gujarati
ગુજરાત યુનિવર્સિટી (ફાઈલ તસવીર)

10 પબ્લિક યુનિવર્સિટીઓમાં રાજ્યપાલ રહેશે ચાન્સેલર 
યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. બિલથી 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે. 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે. એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલરના પદે શુભાંગીની રાજે ગાયકવાડ રહેશે. યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત થશે. એક્સટર્નલ તરીકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડિગ્રી આપી શકશે. 

કઈ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે?
- ગુજરાત યુનિવર્સિટી
- સરદાર પટેલ યુનિવર્સિટી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
- M.S.યુનિવર્સિટી
- ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
- ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
- ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી

આ એક્ટની મહત્વની જોગવાઈ

- યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
- એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
- યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
- આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
- રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે  શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
- અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ 
- યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
- યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ