બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The honesty of the owner of the Amber Hotel at Bagodra is being praised all around

પ્રામાણિકતા / 2 વર્ષ સુધી સોશિયલ મીડિયા પર શોધખોળ ચલાવી, અંતે મૂળ માલિકને હોટલના માલિક મહેંદીભાઇએ 8 લાખના દાગીનાનું પાકીટ કર્યું સુપરત

Malay

Last Updated: 01:49 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આજના જમાનામાં પણ હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો બગોદરાથી સામે આવ્યો છે.

  • હોટલના માલિક મહેંદીભાઈની પ્રામાણિકતા
  • દાગીના ભરેલું પાકિટ મૂળ માલિકને પરત કર્યું
  • સો.મીડિયા પર શરૂ કરી હતી શોધખોળ
  • 2 વર્ષે પાકિટના માલિક સુધી પહોંચવામાં મળી સફળતા

અમદાવાદ-લીંબડી હાઈવે પર બગોદરા ખાતે આવેલી અંબર હોટલના માલિકની પ્રામાણિકતાના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. તેમને મળી આવેલું 8 લાખના દાગીના ભરેલું પાકિટ મૂળ માલિકને સહી સલામત પહોંચાડીને ઈમાનદારીની મિશાલ પૂરી પાડી છે. તેમણે સોશિયલ મીડિયાની મદદથી બે વર્ષે મૂળમાલિકને શોધીને તેમને કિંમતી દાગીના ભરેલું પાકિટ પરત કરીને એક દાખલો બેસાડ્યો છે કે આજે પણ દુનિયામાં સારા લોકો છે. જે લોકોની મદદ માટે તૈયાર છે. 

સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા અંકિતાબેન
આ અંગે વિગતવાર વાત કરીએ આણંદ ખાતે રહેતા અંકિતાબેન ધર્મેન્દ્રભાઈ પિત્રોડા આજથી બે વર્ષ પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી અંબર હોટલ ખાતે ચા-નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. જ્યાં તેમના નાના દીકરાથી રોકડ રકમ, સોનાના દાગીના ભરેલું પાકિટ રમતાં-રમતાં પડી ગયું હતું. 

No description available.

હોટલના માલિકને મળ્યું હતું દાગીના ભરેલું પાકિટ
જેની અંકિતાબેનને જાણ પણ નહોંતી. હોટલ પર ચા-નાસ્તો કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગર જતા રહ્યા હતા. જે બાદ આ પાકિટ અંબર હોટલના માલિક મહેંદીભાઈને મળી આવ્યું હતું. તેમણે જોયું તો પાકિટમાં અંદાજે 7-8 લાખ રૂપિયાના સોનાના દાગીના હતા અને એક અંકિતા લખેલો કાગળ હતો. 

 
સોશિયલ મીડિયા પર ચલાવી શોધ
જે બાદ તેમણે હોટલમાં હાજર ગ્રાહકોની પૂછપરછ કરી પરંતુ તેમને પાકિટના માલિક મળ્યા નહીં. જે બાદ તેમણે આ પાકિટ ઘરે સાચવીને મુકી દીધું અને તેમણે કાગળમાં લખેલા અંકિતા નામના આધારે માલિકને શોધવાનું શરૂ કર્યું. આ માટે તેમણે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. આખરે 2 વર્ષ બાદ તેઓને પાકિટના મૂળ માલિક સુધી પહોંચવામાં સફળતા મળી. 

બે વર્ષે મળ્યા પાકિટના માલિક
તેઓએ ઈન્સ્ટાગ્રામ દ્વારા અંકિતાબેન નામની મહિલા સાથે સંપર્ક કર્યો અને અંકિતાબેન પિત્રોડાને તેમનું પાકિટ સહી સલામત પહોંચાડીને ઈમાનદારીની મિશાલ પૂરી પાડી. 

   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ