બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / The government will give one more gift to government employees, after DA this allowance will also increase

રાહતના આસાર / સરકારી કર્મચારીઓને મોદી સરકાર આપશે વધુ એક ભેટ, DA બાદ હવે આ ભથ્થામાં વધારાની શક્યતા

Hiralal

Last Updated: 10:39 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારી ભથ્થા બાદ સરકાર હવે કર્મચારીઓના એચઆરએ ભથ્થામાં પણ વધારો કરી શકે છે.

  • મોદી સરકારે કર્મચારીઓનું બીજું ભથ્થું વધારી શકે છે 
  • મોંઘવારી ભથ્થાના વધારા બાદ એચઆરએ વધી શકે
  • એચઆરએ એટલે ઘરભાડનું ભથ્થું 
  • સરકારી કર્મીઓને શહેરની કેટેગરી પ્રમાણે મળે છે ભથ્થું 

 કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો આપ્યા બાદ મોદી સરકાર હવે તેમના બીજા એક ભથ્થામાં વધારો કરે તેવી શક્યતા છે.  કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓને વધુ એક ભેટ આપી શકે છે. એટલે કે તેમના પગારમાં હજુ વધારો કરવામાં આવશે.

ઘર ભાડા (HRA)તથા બીજા ભથ્થામાં વધારાની શક્યતા 
મીડિયા રિપોર્ટ અનુસાર મોંઘવારી ભથ્થા બાદ મોદી સરકાર કર્મચારીઓના ઘર ભાડા (HRA)તથા બીજા ભથ્થામાં વધારાનો નિર્ણય લઈ શકે છે. 

DAમાં વધારો થયા બાદ HRAમાં વધારાની અપેક્ષા
મોંઘવારી ભથ્થામાં વધારા બાદ HRAમાં વધારાની અપેક્ષા પણ વધી છે. આ પહેલા ગયા વર્ષે જુલાઈમાં એચઆરએમાં વધારો થયો હતો. ત્યારબાદ ડીએ પણ 25 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ડીએને વધારીને 34 ટકા કરવામાં આવ્યું છે, તો એચઆરએમાં પણ વધારો થઈ શકે છે. 

કઈ કેટેગરીના શહેર માટે કેટલા એચઆરએમાં વધારાની શક્યતા 
સરકારી કર્મચારીઓને શહેરની કેટેગરી અનુસાર ઘર ભાડામાં વધારો મળે છે. શહેરો માટે ત્રણ કેટેગરી X, Y અને Z છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, એક્સ કેટેગરીના શહેરોમાં રહેતા અથવા કામ કરતા સરકારી કર્મચારીઓના એચઆરએમાં ડીએની જેમ જ 3 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. હાલમાં આ શહેરોમાં કર્મચારીઓને બેઝિક સેલરી એચઆરએના 27 ટકા મળે છે.વાય કેટેગરીના શહેરો માટે આ વધારો 2 ટકા શક્ય છે. આ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને 18-20 ટકા એચઆરએ મળે છે. ઝેડ કેટેગરીના શહેરો માટે એચઆરએમાં 1 ટકાનો વધારો કરી શકાય છે. હાલ તો એચઆરએ 9-10 ટકાના દરે આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ