બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / The government is giving free grain, hurry! Otherwise you will stay, make a ration card at home in this way

તમારા કામનું / સરકાર આપી રહી છે ફ્રીમાં અનાજ, જલ્દી કરો! નહીંતર રહી જશો, ફટાફટ ઘરે બેઠા આ રીતે બનાવો રાશનકાર્ડ

Megha

Last Updated: 10:09 AM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવશે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશનકાર્ડ હોવું જરૂરી છે..

  • દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે 
  • આ યોજનાનો લાભ લેવા માટે રાશનકાર્ડ હોવું જરૂરી છે
  • રાશનકાર્ડ માટે આ રીતે ઓનલાઈન કરો અરજી 

શુક્રવારે કેન્દ્ર સરકારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

રાશનકાર્ડ હોવું જરૂરી
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર અનુક્રમે 3,2,1 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા, ઘઉં પ્રદાન કરે છે. સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે. પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશનકાર્ડ હોવું જરૂરી છે. રાશનકાર્ડ એ આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના  વિના સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ શકાતો નથી. એવામાં જો હજુ સુધી રેશન કાર્ડ નથી બનાવ્યું તો સરળતાથી ઓનલાઈન બનાવી  શકાય છે. 

રાશનકાર્ડ માટે આ રીતે ઓનલાઈન કરો અરજી 
રેશન કાર્ડ મેળવવા માટે લોકોને હવે સરકારી કચેરીઓમાં નહીં જવું પડે હવે તેને લગતું મોટા ભાગનું કામ ઓનલાઈન થઈ ગયું છે. કોઈ પણ લોકો રેશન કાર્ડ માટે ઓનલાઈન ખૂબ જ સરળતાથી અરજી કરી શકે અને એ સાથે કાર્ડની સ્થિતિ પણ જાણી શકે છે. જણાવી દઈએ કે તમે તમારા રાજ્યના ફૂડ, સપ્લાય કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેના માટે અરજી કરી શકો છો.

કેવી રીતે અરજી કરવી?
ગુજરાતના લોકો https://fcsca.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લઈને તેના હોમપેજ પર લોગિન કરો અને 'NFSA 2013 એપ્લિકેશન ફોર્મ' પર ક્લિક કરો. તેમાં બધી માહિતી ભરીને તમારા દસ્તાવેજો આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની રહેશે. આ પછી તમારે ઓનલાઈન રેશન કાર્ડ ફી ભરવાની રહેશે. ફી ભરીને અને સબમિટ બટન પર ક્લિક કરો. આ રીતે તમે રેશન કાર્ડ બનાવવા માટે તમારી અરજી કરી શકો છો. જણાવી દઈએ કે અરજદારે વિવિધ કેટેગરી અનુસાર રૂ.5 થી રૂ. 45 સુધીની ફી ચૂકવવી પડે છે. 

કેટલા દિવસમાં બને છે રાશનકાર્ડ?
અરજીમાં આપેલી માહિતી ક્ષેત્ર અધિકારી દ્વારા ચકાસવામાં આવશે અને જો માહિતી સાચી જણાય તો એક મહિનાની અંદર તમને રેશન કાર્ડ આપવામાં આવશે.  રેશન કાર્ડ જારી થયા પછી તમે સરકારી વિતરણ કેન્દ્ર દ્વારા મફતમાં રાશન લઈ શકો છો. જો તમારા રેશન કાર્ડમાં ચાર લોકોના નામ નોંધાયેલા છે તો વ્યક્તિ દીઠ પાંચ કિલો રાશન આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ