મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. મધ્યપ્રદેશમાં 230 બેઠક પર 71.16 ટકા મતદાન થયું છે. ત્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જનતા કોને ચૂંટીને લાવશે તે આગામી સમયમાં ખબર પડશે.
લોકસભાની સેમીફાઈનલ ગણાતી 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાંથી આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. મધ્યપ્રદેશમાં બમ્પર મતદાન તો થયું છે પણ છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારોમાં પણ એક બે હુમલા વચ્ચે બમ્પર મતદાન થયું છે.. મધ્યપ્રદેશની 230 બેઠક પર 71.16 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. તો છત્તીસગઢમાં બીજા તબક્કાની 70 બેઠક પર પણ 68.15 ટકા મતદાન થયું છે.. આ બન્ને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.
મધ્યપ્રદેશમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળી હતી અને સરકાર પણ રચી હતી. જોકે બાદમાં ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સરકાર આંચકી લીધી હતી. તો છત્તીસગઢમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે સરકાર રચી હતી. જોકે આ વખતે સમીકરણો પણ બદલાયા છે. અને જનતાનો મૂડ પણ. પાંચ વર્ષ દરમિયાન કરેલા કાર્યો અને જનતા માટે લોભામણી જાહેરાતો લઈને બન્ને રાજ્યમાં નેતાઓ મેદાનમાં તો ઉતર્યા હતા. તો આ તરફ જનતાએ પણ પોતાનો મત આપી દીધો છે.
મધ્યપ્રદેશના 2533 ઉમેદવાર અને છત્તીસગઢમાં 958 ઉમેદવારના ભાવિનો ફેંસલો જનતાએ કરી લીધો છે.. હવે જનાદેશ શું હશે એ તો 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થાય ત્યારે જ જાણી શકાશે.. બમ્પર વોટિંગથી હવે કોને ફાયદો થશે? મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર સત્તા જાળવી રાખશે કે કેમ? છત્તીસગઢમાં કોંગ્રેસને જનતા આપશે વધુ એક તક?
મધ્યપ્રદેશમાં ભાજપનો સંકલ્પ પત્ર
મહિલાઓ
મધ્યપ્રદેશમાં ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. જેમાં મહિલાઓ માટે લાડલી બહેનો માટે આવાસ, ગ્રામીણ મહિલાઓ માટે લખપતિ યોજના, તેમજ ઉજ્જવલા અને લાડલી બહેનોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર.
ખેડૂત
ભાજપે જાહેર કરેલ સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે ખેડૂતોની ખેત પેદાશ ખરીદી કરવાનું વચન આપ્યું છે. તેમજ ઘઉ રૂા. 2700, ડાંગર રૂા. 3100 પ્રતિ. ક્વિન્ટલ ખરીદી કરે.
નબળા વર્ગ
તો બીજી તરફ ભાજપ દ્વારા નબળા વર્ગ માટે પણ સંકલ્પ પત્રમાં જોગવાઈ કરી છે. જેમાં ધો. 12 સુધી મફત શિક્ષણ. કેજીથી પીજી સુધીની વિદ્યાર્થીઓને મફત શિક્ષણ. તેમજ સરસવનું તેલ, ખાંડ પણ રાહત દરે. જ્યારે આદિવાસી કલ્યાણ માટે 3 લાખ કરોડ ફાળવાશે.
મધ્યપ્રદેશના શહેરો માટે જાહેરાત
ભાજપે મધ્યપ્રદેશનાં શહેરો માટે પણ મોટી જાહેરાત કરી છે. જેમાં મંડલા, ખરગોન, ધાર, બાલાઘાટ અને સીધીમાં મેડિકલ કોલેજો ખોલાશે. વિંધ્ય, નર્મદા, અટલ પ્રગતિ, બુંદેલખંડ, મધ્ય ભારત વિકાસ પથ એક્સપ્રેસ-વે બનાવાશે. ગ્વાલિયર અને જબલપુરમાં મેટ્રો દોડાવશે. રિવા અને સિંગરૌલીમાં એરપોર્ટ બનાવશે. મધ્યપ્રદેશમાં 13 સાંસ્કૃતિક લોક બનાવશે. દરેક તાલુકામાં એકલવ્ય શાળાઓ ખોલવામાં આવશે. બુંદેલખંડ, વિંધ્ય અને મહાકૌશલ વિકાસ બોર્ડ.